વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત અમરેલી જિલ્લા ચૂંટણીમાં ટીવી ન્યૂઝ ચેનલ મોનિટરીંગની કામગીરી બજાવનારા કર્મચારીશ્રીઓની તાલીમ જિલ્લા માહિતી કચેરી અમરેલી ખાતે યોજવામાં આવી હતી. અમરેલી જિલ્લા માહિતી કચેરી ખાતે યોજવામાં આવેલી આ તાલીમમાં ટીવી ન્યૂઝ ચેનલ પર આદર્શ આચરસંહિતા, પેઇડ ન્યૂઝ, જાહેરખબર મોનિટરીંગ સહિતની કામગીરી માટે સમીક્ષા તેમજ માર્ગદર્શન જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીશ્રી બી.ડી.પાથર દ્વારા આપવામાં આવ્યુ હતુ.
મહત્વનું છે કે, અમરેલી જિલ્લા ચૂંટણી શાખા સ્થિત કંટ્રોલ રુમ ખાતે વિધાનસભા સામાન્ય ચૂંટણી દરમિયાન ૨૪/૦૭ ટીવી ન્યૂઝ ચેનલ મોનિટરીંગ કામગીરી કરવામાં આવશે. નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉક્ત કામગીરી માટે ચૂંટણીપંચના દિશાનિર્દેશો મુજબની કામગીરીનું બારીકાઈથી વિશ્લેષણ કરવામાં આવે છે. આ કામગીરી સંબંધિત તાલીમ તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આ તાલીમમાં નાયબ માહિતી નિયામકશ્રી અને જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓ, ફરજ બજાવનારા કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments