ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી , નાસતા ફરતા આરોપીઓને તથા જેલમાંથી ફરાર કેદીઓને પકડી પાડવા સુચના આપેલ હોય , અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં શરીર સબંધી અને મિલકત સબંધી ગુનાઓ આચરી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ ફર્લો તથા વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ , જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ આજ રોજ તા .૨૪ / ૦૫ / ૨૦૨૨ ના રોજ અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે , અમરેલી સીટી પો.સ્ટે . ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૩૨૦૧૫૬૪ / ૨૦૨૦ , આઇ.પી.સી. કલમ ૩૭૯ , ૪૧૩ , ૧૧૪ મુજબના ગુનાના કામે અમરેલી જિલ્લા જેલ ખાતે કાચા કામના કેદી તરીકે હોય , મજકુર કેદી નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમ આધારે તા .૧૬ / ૧૦ / ૨૦૨૧ થી તા .૨૨ / ૧૦ / ૨૦૨૧ એમ દિન -૭ માટે વચગાળાના જામીન ઉપર મુક્ત કરવામાં આવેલ . મજકુર કેદીને તા .૨૩ / ૧૦ / ૨૦૨૧ ના રોજ અમરેલી જિલ્લા જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ તે અમરેલી જેલમાં હાજર થવાને બદલે ફરાર થઇ ગયેલ હતો . આ કેદી અમરેલી , સીવીલ હોસ્પીટલ પાસે હાજર છે તેવી ચોક્કસ બાતમી મેળવી , કાચા કામના કેદીને પકડી પાડી , અમરેલી જિલ્લા જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે . છું પકડાયેલ કાચા કામના કેદીનું નામઃ પ્રકાશ ઇક્વરભાઇ ક્રમેજાળીયા , ઉ.વ .૩૦ રહે.તાજપર , તા.જિ.બોટાદ , હાલ રહે.સણોસરા , તા.સિહોર , જિ.ભાવનગર HD આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .
અમરેલી જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન ઉપર છૂટી સાત માસથી ફરાર કાચા કામના કેદીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

Recent Comments