fbpx
અમરેલી

અમરેલી જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન ઉપર છુટી છેલ્લા ચારેક વર્ષથી ફરાર પાકા કામના કેદીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી, નાસતા ફરતા આરોપીઓને તથા જેલમાંથી ફરાર કેદીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં શરીર સબંધી અને મિલકત સબંધી ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી પેરોલ/ફર્લો તથા વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ.

શિહોર પો.સ્ટે. (જિ.ભાવનગર) ફ. ગુ.ર.નં. ૨૨/૨૦૦૧, આઈ.પી.સી. કલમ ૩૦૨ મુજબના ગુનાના કામે અમરેલી જિલ્લા જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતા કેદીને અધિક પોલીસ મહાનિદેશક અને જેલોના ઇન્સપેક્ટર જનરલશ્રી ગુજરાત રાજય, અમદવાદના જ્યુડી/ફરલ/૫/ ૩૨૭૯/૨૦૨૦, તા.૨૩/૦૪/૨૦૨૦ ના હુકમ અન્વયે તા.૨૪/૦૪/૨૦૨૦ ના રોજ ફર્લો રજા પર જેલ મુક્ત થયેલ તથા અધિક પોલીસ મહાનિદેશક અને જેલોના ઇન્સપેકટર જનરલશ્રી ગુજરાત રાજય,અમદાવાદના હુકમ અન્વયે કોવિડ-૧૯ સંદર્ભે મજકુરની ફર્લો રજામાં તા.૩૧/૦૫/૨૦૨૦ સુધીનો વધારો થતા મજકુરને તા.૦૧/૦૬/૨૦૨૦ ના રોજ હાજર થવાનું હતુ પરંતુ મજકુર કેદી જેલમાં હાજર થવાને બદલે ફરાર થઇ ગયેલ હતો.

અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમને મળેલ બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે ફરાર થયેલ કેદીને આજ રોજ તા.૧૨/૦૧/૨૦૨૪ નાં સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના દિગસર ગામની સીમમાંથી પકડી પાડી, અમરેલી જિલ્લા જેલ ખાતે કેદમાં રહેવા સારૂ મોકલી આપેલ છે.

→ પકડાયેલ કેદીનું નામ:-

દામજીભાઈ લક્ષ્મણભાઈ મકવાણા, ૪૫, રહે. મઢડા, તા.શિહોર, જિ.ભાવનગર, હાલ રહે. દિગસર ગામની સીમ, તા.મુળી, જિ. સુરેન્દ્રનગર.આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.શ્રી એમ.બી.ગોહિલ તથા એ.એસ.આઇ. મહેશભાઈ સરવૈયા, તથા હેડ કોન્સ. અજયભાઈ સોલંકી, તુષારભાઇ પાંચાણી તથા પો.કોન્સ. ઉદયભાઈ મેણીયા, હરેશભાઈ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts