અમરેલી જિલ્લા તંત્રી સંઘ દ્વારા માહિતી કચેરીના જી. વી. દેવાણીનું સન્માન કરાયું
અમરેલી જિલ્લા માહિતી કચેરીના ટેકનીકલ આસિસ્ટન્ટ જી. વી. દેવાણી અને વર્ગ ૪ ના કર્મી બી. એસ. બસીયા તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ના વયનિવૃત થતા આજે અમરેલી જિલ્લા તંત્રી સંઘ દ્વારા બંને કર્મયોગીઓનું શાલ ઓઢાડી મેમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.
જી. વી. દેવાણીએ ઉપસ્થિત તમામ મિત્રોનો આભાર માનતા જણાવ્યું હતું કે નોકરીના ૩૭ વર્ષમાંથી મોટા ભાગનો કાર્યકાળ અમરેલી માહિતી કચેરી ખાતે વિતાવવાનો મોકો મળ્યો હતો. આ સમય દરમિયાન અમરેલી જિલ્લાના દરેક સમાચાર સંસ્થાનોના કર્મીઓએ ખૂબ સહયોગ આપ્યો એ બદલ તમામ મિત્રોનો હંમેશા આભારી રહીશ.
અવધ ટાઈમ્સના તંત્રી ભરતભાઈ ચૌહાણએ પ્રાસંગિક ઉદ્દબોધન કરી જી. વી. દેવાણી સાથેના જુના સંસ્મરણો વાગોળ્યા હતા. દેવાણીનું નિવૃત્તિ બાદનું જીવન સ્વસ્થ અને નિરામય રહે એવી શુભકામનાઓ પાઠવી હતી.
આ તકે સંઘના પ્રમુખ અને દિવ્ય પ્રકાશ દૈનિકના તંત્રી હિંમતભાઈ પટેલ, અવધ ટાઈમ્સના તંત્રી શ્રી ભરતભાઈ ચૌહાણ, નિવૃત્ત નાયબ માહિતી નિયામક બી. એસ. બસીયા, અમરેલી માહિતી ખાતાના સુમિત ગોહીલ, તંત્રી સર્વ નિલેશભાઈ જાની, રાજેશભાઈ હિંગુ, અતુલભાઈ કારીયા, હાર્દીકભાઈ દવે, સુરેશભાઈ દેસાઈ, રોમિલભાઈ ચૌહાણ, ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી, અતુલભાઈ ચૌહાણ તથા જિલ્લા માહિતી કચેરીના બી. ડી. પાથર, એમ. એમ. ધડુક, વી. આર. પીપળીયા, શ્રી મુકેશભાઈ ભટ્ટ, શ્રી એમ. વી. રાઠોડ, એચ. બી. વાઘેલા, એસ. એમ. રાઠોડ તેમજ અમરેલી જિલ્લાના વિવિધ સમાચાર સંસ્થાનો સાથે જોડાયેલા પત્રકારમિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments