અમરેલી જિલ્લા તથા તમામ તાલુકાની કોર્ટમાં તા.૧૧ ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અમરેલીના ચેરમેન અને પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજશ્રી આર.ટી. વાછાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા અદાલત અમરેલી તેમજ જિલ્લાના દરેક તાલુકાની કોર્ટમાં આગામી તા. ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. જેમાં ક્રિમીનલ કમ્પાઉન્ડ ઓફેન્સ, નેગોશીએબલ-૧૩૮, મની રીકવરી, એમએસપી, મેટ્રીમોનિયલ ડિસપ્યુટ, લેબર ડિસપ્યુટ, લેન્ડ એક્વીઝેશન કેસો, ઇલેક્ટ્રિસિટી અને વોટર બીલ્સ (નોન કમ્પાઉન્ડેબલ) કેસો અને સર્વિસ મેટર રીલેટીંગ પે એન્ડ એલાઉન્સ, રેવન્યુ કેસો, અધર સિવિલ કેસોની લોક અદાલત યોજાશે. જો કોઈ પક્ષકારો તેઓના કોર્ટમાં ચાલતાં કેસો રાષ્ટ્રીય લોક અદાલતમાં મૂકવા ઇચ્છતા હોય તો તેઓએ જિલ્લા કક્ષાએ જિલ્લા કાનૂની સેવા સમિતિ, સિવિલ કોર્ટનો સંપર્ક (૦૨૭૯૨) ૨૨૯૮૨૪ કરવા ફુલ ટાઈમ સેક્રેટરીશ્રીએ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments