fbpx
અમરેલી

અમરેલી જિલ્લા ના કે કે પારેખ કોમર્સ કોલેજ મા અભ્યાસ કરતી વિધાર્થીની એ પરીક્ષામા ખલેલ પહોચાડતા વિધાર્થીને પાઠ ભણાવવા 181ની મદદ લીધેલ

અમરેલી જિલ્લાના કે કે પારેખ કોમર્સ કોલેજમા અભ્યાસ કરતી વિધાર્થીનીને પરીક્ષામા આવારા તત્વો દ્વારા ખલેલ પોહચાડતા 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમને જાણ કરાઈ હતીઅમરેલી 181 અભયમ આ માહિતી મળતા તુરંત જ કાઉન્સિલર કાજલબેન પરમાર તથા જી આર ડી તથા પાઇલોટ ઘટના સ્થળ પર પોહચી વિધાર્થીનીને મળીને વાતચીત કરતા કાઉન્સેલિંગ દ્વારા જાણવા મળેલ કેઅમરેલીમા હોસ્ટેલ મા રહીને કે કે પારેખ કોમર્સ કોલેજમા અભ્યાસ કરતી વિધાર્થીની ને અન્ય કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપવા આવેલ ત્યાં પરીક્ષાખંડ માં જ બીજા વિધાર્થી સાથે અવાજ તેમજ તોફાન કરતો હતો જેથી વિધાર્થીનીએ સામે જોયેલ ને પરીક્ષામાં ખલેલ પહોંચે છે તેથી શાંત રહેવા કહેલ.


વિધાર્થીનીએ કોલેજ ના પ્રોફેસર તેમજ પ્રિન્સિપાલને આ વાત ની જાણ કરેલ જેથી કોલેજના પ્રિન્સિપાલે આ વાત વિશે બીજા દિવસે તે આવારા વિધાર્થીને ઓફિસ માં બોલાવી સમજાવેલ અને પરીક્ષામા શાંતપૂર્ણ પરીક્ષા આપવા જણાવેલ અને વિધાર્થી દ્વારા પણ જણાવેલ કે હવે હેરાન નઈ કરું! પરંતુ વિધાર્થી આ વાતનો ખાર રાખેલ કે પ્રિન્સિપાલ ને વાત જ કેમ કરી જેથી વિધાર્થીની ને કોલેજના પાર્કિંગમા જોતા અપશબ્દો બોલી ગેરવર્તન કરવામાં આવેલ હતું ને મારપીટ કરવા લાગ્યો હતો જેથી કોલેજ ના સિકયુરિટી અને પ્રોફેસર દ્વારા ઝધડાને શાંત પાડેલ અને બંને નું ભવિષ્ય ના બગડે તેથી પરીક્ષામાં બેઠાડેલ ને પરીક્ષા પૂર્ણકર્યા બાદ 181 ટીમ દ્વારા બન્ને વિદ્યાર્થી સાથે વાત કરેલ પરંતુ વિધાર્થી છોકરા જોડે વાત કરેલ ત્યારે તે પોતાની અકડ બતાવતો હતો તેથી પાઠ ભણાવવા વિધાર્થીનીને કાયદાકીય માહિતી આપેલ અને બીજી વિદ્યાર્થીનીઓ જોડે આવું ભવિષ્યમા ન થાય તે માટે સીટી પોલીસ સ્ટેશન મા ફરિયાદ અપાવેલ ને આગળ ની કાર્યવાહી માટે સોંપેલ

Follow Me:

Related Posts