અમરેલી

અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ અધ્યક્ષતામાં બાળ સુરક્ષા સમિતિની બેઠક મળી

અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી રેખાબેન મોવલિયાની અધ્યક્ષતામાં જિલ્લા બાળ સુરક્ષા સમિતિ બેઠક મળી હતી. બેઠકમાં સમગ્ર અમરેલી જિલ્લાના ૦ થી ૧૮ વર્ષ સુધીનાં બાળકોને લગતા કાયદાઓના અનુપાલન તેમજ બાળકોને લગતી રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. આ તકે સામજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એચ.પટેલ, જિલ્લા સમય સુરક્ષા અધિકારી શ્રી વી. એ. સૈયદ, બાળ સુરક્ષા અધિકારી શ્રી જોશી તેમજ ચાઇલ્ડ લાઇન અમરેલીના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts