અમરેલી જિલ્લા પંચાયત ખાતે “હર ઘર તિરંગા” અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવના અધ્યક્ષસ્થાને સહિ ઝુંબેશ યોજવામાં આવી હતી. આ સહિ ઝુંબેશમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલીયા, વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયતની શાખાઓના અધિકારી – કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આશરે ૩૦૦ જેટલાં લોકો જોડાયા, ઉપસ્થિત તમામને પોકેટ ફ્લેગ આપવામાં આવ્યા હતા. સૌ એ પોતાના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવાની પ્રતિજ્ઞા પણ આ તકે લીધી હતી. તિરંગા કેન્દ્ર પરથી રાષ્ટ્રધ્વજ ખરીદવા નાણાં જમા કરાવ્યા હતા. આનંદ ઉત્સાહ અને રાષ્ટ્ર ભક્તિના ઉલ્લાસમય વાતાવરણમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો, તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના વાઢેરની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.


















Recent Comments