અમરેલી

અમરેલી જિલ્લા પંચાયત ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લા સુખાકારી સમિતિની બેઠક યોજાઈ

જિલ્લા પંચાયત, અમરેલી ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી વસ્તાણીના અધ્યક્ષસ્થાને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત જિલ્લા સુખાકારી સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ વર્ચુઅલી જોડાયા હતા.

ઘન અને પ્રવાહી કચરાના વ્યવસ્થાપન અંતર્ગત વ્યક્તિગત કમ્પોસ્ટપીટ, સામુહિક કમ્પોસ્ટપીટ, સેગ્રીગેશન શેડના કામો, વ્યક્તિગત અને સામુહિક શૌચાલયોના નિર્માણના કામો ઝડપથી પૂર્ણ કરવા ઉપરાંત બાયોગેસ પ્લાન્ટ સહિતના મુદ્દાઓને લઈ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

ઉપરાંત અધૂરા કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, અમરેલીના નિયામકશ્રી વસ્તાણીએ જિલ્લાના સર્વશ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. ગ્રામીણ વિસ્તારના સાતત્યપૂર્ણ વિકાસ અંગે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.

Related Posts