અમરેલી જિલ્લા પંચાયત તંત્ર નું અરજદારો ને “લગે રહો મુનાભાઈ” જ્યાં લખવું હોય ત્યાં લખો કોઈ જવાબ નહિ ત્રણ જિલ્લા ના ગ્રામ્ય અગ્રણી “હૂં તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મન માં નથી “
દામનગર અમરેલી જિલ્લા માં તંત્ર નું અરજદારો ને “લગે રહો મુનાભાઈ” જ્યાં લખવું હોય ત્યાં લખો કોઈ જવાબ નહિ અમરેલી જિલ્લા પંચયત માં તત્કાલીન જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પીઢડિયા વખત થી સતત ગ્રામ્ય વિસ્તારો ની માંગ નો ઉલળીયોઅમરેલી જિલ્લા પંચાયત ના માર્ગ મકાન હસ્તક ના દામનગર થી બોટાદ ભાવનગર અમરેલી એમ ત્રણ જિલ્લા ને જોડતા ઉપર ના બેઠા કોઝવે ઉપર વારંવાર સર્વે ના નાટકો કેટલાય વર્ષો થી ચાલે દામનગર શહેર થી અમરેલી જિલ્લા ના ઠાંસા મૂળિયાપાટ સુવાગઢ બોટાદ જિલ્લા વિકળિયા હડમતીયા ઠૉડા ભાવનગર જિલ્લા ના લાખાવાડ ભૂતિયા સરકડીયા સહિત ના ગ્રામ્ય વિસ્તારો જતા માર્ગ ઉપર આવેલ બેઠા કોઝવે ના કારણે વરસાદ ના ચાલતા પાણી થી રસ્તા ઓ સંપૂર્ણ બંધ રહેતા હોવા ની સમસ્યા થી પીડાતી જનતા માટેતંત્ર નું લગે રહો મુનાભાઈ માફક ગમે ત્યાં લખો કોઈ ઉકેલ કે જવાબ નહિ.
દામનગર શહેર થી ઠાંસા તરફ આવેલ મફત પ્લોટ દામનગર પાસે બેઠા કોઝવે અને નવી જૂની મૂળિયાપાટ વચ્ચે રંધોળી નદી ના કોઝવે ઉપર પુલ બનાવવા ની વર્ષો વર્ષ સ્થાનિક અગ્રણી ઓની માંગ અમરેલી જિલ્લા પંચાયત ધ્યાને પણ નથી લેતું ગ્રામ્ય વિસ્તારો ની જનતા ની હાલત “હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મન માં નથી”આ બેઠા કોઝવે ઉપર વરસાદી પાણી થી ગ્રામ્ય વિસ્તારો માં અવર જવર સંપૂર્ણ બંધ રહે છે સતત વરસાદી ચાલતા પાણી થી થતી શેવાળ થી દૈનિક હજારો રાહદારી ઓ લપસી પડે છે પણ અમરેલી જિલ્લા પંચાયત નું અરજદારો સાથે રીતસર નું “લગે રહો મુનાભાઈ” ત્રણ જિલ્લા ના અનેકો ગ્રામ્ય અને શહેરી વિસ્તારો ની અવાર નવાર ની રજૂઆતો નો ઉલાળિયો કેમ ?
Recent Comments