અમરેલી જિલ્લા પોલીસ દ્રારા પોલીસ હેડ કવાર્ટર ખાતે આયોજિત ‘‘રમોત્સવ-૨૦૨૩‘‘ નું સમાપન કરવામાં આવ્યું
અમરેલી જિલ્લા પોલીસ દ્રારા પુરષ તથા મહિલા પોલીસ કર્મચારીઓની શારિરીક ફિટનેશ જળવાય રહે તે હેતુથી આજરોજ તા.૦૭/૦૧/૨૦૨૩ના રોજ પોલીસ હેડ કવાર્ટર ખાતે ‘‘રમોત્સવ-૨૦૨૩‘‘ ખેલ રમતનું આયોજન કરવામાં આવેલ હતું.
આ ‘‘રમોત્સવ-૨૦૨૩માં વિવિધ ઇવેન્ટ જેવી કે, ૧૦૦ મીટર દોડ,૪૦૦ મીટર દોડ, લોંગ જમ્પ,હાઇ જમ્પ,ગોળા ફેંક,ક્રિકેટ,૪૦૦ રીલે દોડ,કબડ્ડી,વોલીબોલ,ટેબલ ટેનિસ,બેડમિન્ટન,ખો-ખો રમતોનું આયોજન કરવામાં આવેલ હતું. આ રમતોત્સવમાં ૪૦૦થી વધારે પોલીસ અધિકારશ્રી/કર્મચારીઓએ ભાગ લીધેલ હતો.
તા.૧૬/૦૧/૨૦૨૩ના પોલીસ હેડ કવાર્ટર ખાતે આ ‘‘રમોત્સવ-૨૦૨૩‘‘નું સમાપન કરવામાં આવ્યું. મ્હે. પોલીસ અધિક્ષકશ્રી હિંમકર સિંહ સાહેબશ્રી દ્વારા તમામ વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં.
આ રમતોત્સવના અંતમાં મ્હે. પોલીસ અધિક્ષકશ્રી હિંમકર સિંહ સાહેબશ્રી દ્વારા વિવિધ ઇવેન્ટમાં ભાગ લેનાર પોલીસ અધિકારીશ્રી/કર્મચારીઓને અભિનંદન પાઠવામાં આવ્યાં અને જીવનમાં રમતના ફાયદા વિશે જાણકારી આપી અને તમામ વિજેતાઓને આગામી સમયમાં ભાવનગર રેન્જ લેવલ પર યોજાનાર રમતોત્સવમાં સારું પ્રદર્શન કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.
Recent Comments