અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં સી.પી.આર. તાલીમ અપાઈ નિષ્ણાત તબીબો દ્વારા ૭૦૦૦ કરતા વધારે ખેલૈયાઓને હ્યદય રોગના હુમલાના જોખમ અને સી.પી.આરનું નિદર્શન કરી માર્ગદર્શન આપ્યું
અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં સી.પી.આર. તાલીમ અપાઈનિષ્ણાત તબીબો દ્વારા ૭૦૦૦ કરતા વધારે ખેલૈયાઓને હ્યદય રોગના હુમલાના જોખમ અને સી.પી.આરનું નિદર્શન કરી માર્ગદર્શન આપ્યું.અમરેલી : અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવ-૨૦૨૩ માં માતાજીની આરાધના સાથે જન સલામતી અને સ્વાસ્થ્ય, સ્વચ્છતા સહિતના સામાજિક વિષયોને આવરી લેવામાં આવ્યા છે.
જિલ્લા પોલીસ વડાશ્રી હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ ગતરોજ શુક્રવારે માના છઠ્ઠા નોરતે જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર મેદાનમાં શહેરના નિષ્ણાત એઇમ્સ હોસ્પીટલના તબીબ એવા ડો. કોટડીયા સાહેબ દ્વારા સી.પી.આર. તાલીમ આપવામાં આવી હતી. રાજ્યના ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી અને ભાવનગર રેંજના રેંજ આ.ઈ.જી.શ્રીના માર્ગદર્શન નીચે અમરેલીના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા જિલ્લા પોલીસવડા હિમકરસિંહ દ્વારા આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ હાર્ટ એટેકના વધી રહેલા કેસની સંખ્યાને જોતા આ તાલીમ ઉપયોગી સાબિત થઈ શકે છે. હાર્ટ એટેક આવે તેવા સંજોગોમાં આપત્તિ સારવાર મળે તે પહેલાં કેવી રીતે અને કઈ સ્થિતિમાં સી.પી.આર આપવો તેનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન મંચ પરથી દર્શાવવામાં આવ્યું હતું. અમરેલીના દ્વારા ૭૦૦૦ કરતા વધારે ખેલૈયાઓની હાજરીમાં કરવામાં આવેલું અને સાથે હજારોની સંખ્યામા લોકોએ લાઈવ પ્રસારણ દ્વારા નિહાળ્યું હતુ. ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહિર અને હિતેશભાઈ અંટાળા પણ આતકે ઊપસ્થિત રહ્યા હતા અને હિતેશભાઈ અંટાળા દ્વારા આ ઉમદા પહેલને આવકારવામાં આવી હતી અને તેમને કહ્યું હતુંકે નવરાત્રિની આરાઘનામાં આ સમગ્ર ગુજરાતમાં પ્રથમ પહેલ હસે જેમાં લોકહિત માટેના પ્રકલ્પ યોજાઈ રહ્યા છે જેમનો સીધો લાભ નિદર્શન કરનાર સૌ કોઇ નગરજનોને પણ થશે આ નવીનત્તમ પહેલ માટે અમરેલી એસ.પી. શ્રી હિમકરસિંહ સાહેબ અને સમગ્ર અમરેલી જિલ્લા પોલીસ પર અભીનંદનની વર્ષા થઈ રહી છે.
Recent Comments