fbpx
અમરેલી

અમરેલી જિલ્લા પોલીસ વડા એક્શન મોડમાં, અસામાજિક તત્વોને આપી ચેતવણી

અમરેલી જિલ્લામાં નવ નયુક્ત IPS અધિકારી હિમકરસિંહની નર્મદા જિલ્લાના એસપીમાંથી અમરેલી જિલ્લામાં એસપી તરીકે બદલી થઈ છે. જેના બાદ પ્રથમ વખત તેમણે અમરેલી એસપી કચેરીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને પત્રકારો સાથે ખાસ વાતચીત કરી હતી.

અમરેલીમાં આજથી જિલ્લા પોલીસ વડા એક્શન મોડમાં આવ્યા છે. તેમણે અસામાજિક તત્વોને ચેતવણી આપી દીધી છે. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે લુખ્ખા તત્વો, ખનીજ માફિયાને ડામવા માટે હું સતત સક્રિય રહીશ. વ્યાજખોરો વિરૂદ્ધની ફરિયાદો મને આપી શકો છો, સખતમાં સખત પગલાં લેવાશે. આમ જનતા મારી ઓફિસમાં મન ફાવે ત્યારે આવી શકે છે. હું જ્યાં સુધી ઓફિસમાં બેઠો છું ત્યાં સુધી આમ જનતાને મળીશ. જ્યારે અસામાજિક તત્વો, બુટલેગરો ગેમ્બલરો સામે પાસા તડીપાર સુધીની કાર્યવાહી થશે. પોલીસ સારી કામગીરી કરશે તો તેમને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે.

હવે થાણાના અધિકારીઓને 11 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું પડશે

એસપી હિમકર સિંહે કહ્યું હતું કે જિલ્લાના તમામ થાણા અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. રાતે 11 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું પડશે અને 100 નંબરની જે ફરિયાદ આવે તે સીધી મારી પાસે આવે. તેમાં શું ઇશ્યુ હતો અને શું બનાવ હતો તેનો રિવ્યુ હું પોતે જ લઈશ. જ્યારે જો કોઈ પોલીસ ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલા હશે અથવા ખરાબ કામ કરશે તો તેમની સામે પણ કાર્યવાહી થશે.

સૌથી વધુ શેત્રુંજી નદીમાં રેતી ચોરી થતી હોવાની ફરિયાદો સતત મળતી હોવાને કારણે આ મામલે એસપીએ કહ્યું હતું કે અહીં ખનન હવે નહિ થાય. ખાસ કરીને શેત્રુંજી નદીના પટ વિસ્તારના ગામડાઓમાં પોલીસનું વધુ પેટ્રોલિંગ રાખવામાં આવશે, જેથી રેતી ચોરી ન થાય.

Follow Me:

Related Posts