fbpx
અમરેલી

અમરેલી જિલ્લા પોલીસ હેડ કવાટર્સ અમરેલી ખાતે સુરક્ષા સેતુ સોસાયટી-અમરેલી અંતર્ગત ‘‘મોટીવેશનલ સેમીનાર’’ નું આયોજન કરવામાં આવેલ

પોલીસ અધિક્ષક હિમકરસિંહની સૂચના મુજબ તથા એ.જી.ગોહિલ નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક અમરેલીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ હેડ કવાટર્સ અમરેલી ખાતે સુરક્ષા સેતુ સોસાયટી-અમરેલી અંતર્ગત ‘‘મોટીવેશનલ સેમીનાર’’ નું આયોજન કરવામાં આવેલ.

આ મોટીવેશનલ સેમીનારમાં શ્રી મનીષભાઇ ગઢવી TTC  એકેડમી,રાજકોટ નાઓ  ઉપસ્થિત રહી ઓકસફર્ડ સ્કુલ ઓફ સાયન્સ તથા વિધાસભા હાઇસ્કુલ,અમરેલી તથા પોલીસ પરિવારના ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ ના કુલ-૫૫૦ વિધાર્થીઓને દ્રષ્ટાંતો સહ પ્રેરણા આપવામાં આવેલ. જેમાં વિધાર્થીઓને પરીક્ષા સમયે સ્ટ્રેસ મુકત રહેવા, ડર,ગભરાટ દુર કરી માનસિક સ્વસ્થ રહી પરીક્ષા આપવા  સમજ આપવામાં આવેલ અને વિધાર્થીઓ સાથે પ્રશ્ર્નોત્તરી કરી, સવાલોના જવાબો આપવામાં આવેલ હતા. આ પ્રસંગે એ.જી.ગોહિલ નાયબ પોલીસ અધિક્ષકનાઓએ પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવેલ. 

 આ સેમિનાર ના અંતમાં ડી.વી.પ્રસાદ પોલીસ ઇન્સપેકટરનાઓએ ‘‘મોટીવેશનલ સેમીનાર’’ માં હાજર રહેલ  મહાનુભાવોનો આભાર વ્યકત કરી, કાર્યક્રમની પુર્ણાહૂતિ કરવામાં આવેલ હતી.

Follow Me:

Related Posts