અમરેલી

અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી ને પુષ્પાંજલિ

અંત્યોદયની ભાવનાને સાકાર કરીને ‘એકાત્મ માનવવાદ’ની ફિલોસોફી આપનાર મહાન રાષ્ટ્રભકત, કાર્યકર્તાઓના માર્ગદર્શક પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ પર અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા ના જનસેવા કાર્યાલય ઉપર શ્રી સુરેશભાઈ પાનસુરીયા, કિસાન મોરચાના પ્રમુખ શ્રી પ્રાગજીભાઇ બુહા, નગર પાલિકા સદસ્ય શ્રી ભુપતભાઇ પાનસુરીયા શહીદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પુષ્પાંજલિ રૂપી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. પંડિત દીનદયાળ ઉપાધ્યાય જીનું પ્રખર રાષ્ટ્રવાદી અને માનવવાદી ચિંતન સદૈવ માર્ગદર્શન કરતું રહેશે

Related Posts