અમરેલી જિલ્લા ભાજપના મહિલા પૂર્વ મંત્રીની ભાઈબીજના દિવસે જ હત્યા
હુમલો કયા કારણસર થયો, પોલીસે તપાસ હાથ ધરી
અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી અને ધારી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય મધુબેન જોશીની ભાઈબીજના દિવસે જ હત્યા કરવામાં આવી છે. મધુબેન જોષીના પુત્ર અને એડવોકેટ રવિ જોશી ઉપર પણ જીવલેણ હુમલો થયો છે. મધુબેન જોશીને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યાં જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યાં છે. મળતી માહિતી મુજબ આ મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે. હુમલો કયા કારણસર થયો તે પોલીસ તપાસ બાદ સામે આવી શકશે.
Recent Comments