અમરેલી જિલ્લા ભાજપના સક્રિય સભ્યોનું મહાસંમેલન યોજાયું, સક્રિયકાર્ડ વિતરણ કાર્યક્રમ સંપન્ન
અમરેલીના તુલસી પાર્ટી પ્લોટમાં જિલ્લા ભાજપના સક્રિય સભ્યોનું મહા સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે જિલ્લાના 5 વિધાનસભા વિસ્તારન સક્રિય સભ્યોને સક્રિય સભ્ય કાર્ડ વિતરણ કરાયા હતા. જિલ્લાની તમામ 5 વિધાનસભા બેઠકના મંડળ અને શહેર સંગઠનસભ્યોને સક્રિય સભ્ય કાર્ડનું વિતરણ કરાયું હતું.
પ્રભારી મંત્રી આર.સી.મકવાણા,પ્રદેશ ભાજપ નેતા પૂર્વ ધારાસભ્ય ભરત બોધરા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા, ડો.ભરત કાનાબાર, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ, પૂર્વ ધારાસભ્યો જિલ્લા ભાજપ સંગઠનના હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકરોને જરૂરી સૂચના ઓ આપવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટીની સરકારની યોજના ગામડે ગામડે લોકો સુધી પહોંચે પેઈજ પ્રમુખ સહિત પાર્ટીના દરેક મોરચા સક્રિય રીતે કામગીરી કરે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી
Recent Comments