અમરેલી જિલ્લા ભાજપની કારોબારીની બેઠક યોજવામાં આવી
અમરેલી જિલ્લા ભાજપની કારોબારી બેઠક ધારી ગીરના પાતળા લાઇન ડેન રિસોર્ટ ખાતે યોજવામાં આવી હતી પ્રદેશ ભાજપના નેતાઓ સહિત જિલ્લાભરના ભાજપના હોદ્દેદારો બૃહદ કારોબારી બેઠકમાં હાજર રહીને આગામી 2022 ની અમરેલી જિલ્લાની 5 વિધાનસભા બેઠક કબજે કરવાની રણનીતિ અંગે કારોબારી બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આજે પ્રદેશ ભાજપના નેતાઓની ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાની ભાજપ કારોબારી બેઠક યોજવામાં આવી હતી જેમાં પ્રભારી મંત્રી આર.સી.મકવાણા, સંગઠન પ્રભારી ભરત બોધરા, સુરેશ ગોધાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, ધારસભ્ય જેવી કાકડીયા સહિતના જિલ્લા ભાજપના હોદેદારોની વિશેષ ઉપસ્થિતીમાં અમરેલીના પેઈજ સમિતિની કામગીરી 100 ટકા પૂર્ણ થતાં આગામી વિધાનસભા 2022 માં અમરેલી જિલ્લાની પાંચે પાંચ બેઠકો કબજે કરવાની રણનીતિ કારોબારી સમિતિમાં ધડવામાં આવી હતી
સંગઠનના માધ્યમથી દરેક કાર્યકરોને જોમ જુસ્સો પ્રદેશ ભાજપના નેતાઓએ ભરી દીધો હતો અને જિલ્લાના પદાધિકારીઓએ પ્રદેશ ભાજપના નેતાઓની આગેવાનીમાં બુથ સમિતિ, પેઈજ સમિતિ સહિતની કામગીરીઓમાં 100 ટકા સફળતા પૂર્વક કામગીરી કરતા જિલ્લા ભાજપના અધ્યક્ષ કૌંશિક વેકરીયાને બિરદવ્યા હતા.
અમરેલી જિલ્લાની પાંચેય બેઠકો કબજે કરવા ભાજપના નેતાઓએ કારોબારી સમિતિની કામગીરીઓ બિરદાવી હતી તો સરકારના મંત્રી અને અમરેલીના પ્રભારી આર.સી.મકવાણાએ પાંચેય બેઠકો ચૂંટણી અગાઈ જીતી જવાનો વિશ્વાસ અગાઉ જ કરીને જિલ્લા ભાજપના અધ્યક્ષ કૌશિક વેકરીયાને અભિનંદન પાઠવી દીધા હતા.
Recent Comments