અમરેલી જિલ્લા ભાજપનું પ્રતિનિધિ મંડળ દિલ્હી પ્રવાસે પહોંચ્યું, કેન્દ્રીય નેતાઓ સાથે મુલાકાત કરી
ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે એક વર્ષ બાકી રહ્યું છે. ત્યારે અમરેલી જિલ્લામાં રાજકીય ગતિવિધિ અત્યારથી જ તેજ બની છે. જિલ્લા ભાજપના નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ હાલ બે દિવસીય દિલ્હીના પ્રવાસે પહોંચ્યું છે. જ્યાં જિલ્લાની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચાઓ થશે.
અમરેલીના સાંસદ નારણ કાછડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયા, ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા, પૂર્વ ધારાસભ્ય હિરા સોલંકી, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ, હરસુ લાખણોત્રા સહિત ભાજપના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. અહીં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા, સ્મૃતિ ઈરાની સાથે મુલાકાત યોજી હતી.દિલ્હીમાં નાસ્કોબના ચેરમેન દિલીપ સંઘાણી પણ હાજર રહ્યા હતા.
અમરેલી જિલ્લા ભાજપના નેતાઓની દિલ્હી મુલાકાતને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. નોંધનીય છે કે, વર્ષ 2017 વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જિલ્લામાં એકપણ બેઠક મળી ન હતી. બાદમાં ધારી વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ હતી. વિધાનસભા ચૂંટણીને હવે એક વર્ષ જેટલો સમય જ બાકી રહ્યો છે ત્યારે ચૂંટણીને લઈ અમરેલી જિલ્લામાં અત્યાર
Recent Comments