જન સેવાને લોક સેવામાં સદાય તત્પર અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે સાવરકુંડલા ખાતે કે.કે મહેતા સરકારી હોસ્પિટલમાં કુપોષિત બાળકો માટે રમકડા અર્પણ કરવામાં આવ્યા તેમજ કુપોષિત બાળકોને પોષણયુક્ત આહાર ની કીટ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે અંધશાળાના બાળકો સાથે ભોજન કરી અને જન્મદિવસની ઉજવણી કરી હતી. આ તકે સાવરકુંડલા નગરપાલિકા સદેશ શ્રી ભાવેશભાઈ કવા, ભુપતભાઈ પાનસુરીયા, સદસ્યશ્રી મનસુખભાઈ લાડવા, સદસ્ય શ્રી હસુભાઈ ચાવડા, અમરેલી જિલ્લા ભાજપ માલધારી ના પ્રમુખ શ્રી મયુરભાઈ રબારી, શહેર ભાજપ મંત્રી શ્રી ચંપૂભાઈ ધાધલ, અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી શ્રી લલીતભાઈ મારુ, સાવરકુંડલા શહેર ભાજપ માલધારી પ્રમુખ શ્રી બીજલભાઇ બતાડા, ભાજપ અગ્રણી શ્રી જગદીશભાઈ ઠાકોર, અમરેલી જિલ્લા યુવા ભાજપ મંત્રી શ્રી મયુરભાઈ ખાચર, સહયોગ ભાજપ મહામંત્રી શ્રી ધર્મેન્દ્રભાઈ જોષી, ભાજપ ભાજપ અગ્રણી શ્રી રજાકભાઈ ભટ્ટી, સોશિયલ મીડિયા સેલ સહ કન્વીનર નીરજભાઈ ત્રિવેદી, શહેરીયો ભાજપ મંત્રી શ્રી નિખિલભાઇ ઘેલાણી, સોમનાથ યુવા ગ્રુપના પ્રમુખ શ્રી દેવર્ષિભાઈ બોરીસાગર, સોમનાથ યુવા ગ્રુપના ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ આહીર, તથા ભાજપની શ્રી પ્રદીપભાઈ ડાભી સહિતના કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત થયા હતા. અને અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સુરેશ પાનસુરીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ મુક્ત અભિયાન ચાલી રહ્યું છે તે માટે આજે કુપોષિત બાળકો અને અંધશાળા થોરડી ના બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી આનંદની લાગણી અનુભવું છું.
અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા એ પોતાનો જન્મદિવસ કુપોષિત બાળકો સાથે ઉજવણી કરી

Recent Comments