મન કી બાત દેશના સહુ નાગરિકો માટે કંઈક નવીન જ્ઞાન સાથે વિચારો વહેંચવાનું તેમજ શીખવાનું ઉત્કૃષ્ટ માધ્યમ બન્યું છે, ત્યારે જનતાના હૃદયની અનુભૂતિને વાચા આપતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જીના “મન કી બાત” કાર્યક્રમ સાવરકુંડલા સ્થિત અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા ના જનસેવા કાર્યાલય ખાતે મન કી બાત સંભાષણ નિહાળવા માટે આયોજન કરવામાં આવ્યું હતું
આ તકે પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના કારોબારી સભ્યશ્રી અરવિંદભાઈ મેવાડા, નગરપાલિકા દંડક શ્રી અજયભાઈ ખુમાણ, નગરપાલિકા સદસ્ય પતિ શ્રી ભુપતભાઈ પાનસુરીયા, નગરપાલિકા સદસ્ય પતિ શ્રી ભાવેશભાઈ કવા, નગરપાલિકા સદસ્ય પતિ શ્રી મનસુખભાઈ લાડવા, નગરપાલિકા સદસ્ય શ્રી પિયુષભાઈ મશરૂ,શહેર યુવા ભાજપ મહામંત્રી શ્રી ધર્મેન્દ્રભાઈ જોષી, ભાજપ અગ્રણી શ્રી જગદીશભાઈ ઠાકોર, યુવા ભાજપ અગ્રણી શ્રી દેવર્ષિભાઈ બોરીસાગર સહિતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મોદીજી એ દેશના નાગરિકોને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો પર સવિસ્તારથી ચર્ચા કરી હતી. મોદીજીના પ્રેરણાત્મક શબ્દો થકી હંમેંશની જેમ આ વખતે પણ અનેકગણું માર્ગદર્શન મળ્યું અને જનસેવાની શીખ મળી.
Recent Comments