જન સેવા અને લોક સેવામાં સદાય અગ્રેસર રહેતા અને વૈશ્વિક મહામારી કોરોનાના સમયે સાવરકુંડલા લીલીયા વિધાનસભા મત વિસ્તારના અસંખ્ય લોકોને ઓક્સિજનના બાટલા નિઃશુલ્ક વિતરણ હોય કે પછી તૌકતે વાવાઝોડું હોય આવા કપળા સમયે શુદ્ધ ઘી માં સુખડી સહિત ભોજનની વ્યવસ્થા કરી અને જ્યારે અમરેલી જિલ્લાને લોહીની જરૂર હોય ત્યારે અમરેલી જિલ્લાની તમામ બ્લડ બેંકોને રક્તથી છલોછલ કરી લોકોના જીવ બચાવવાનું કામ હોય આવી અનેક સેવાકીય પ્રવૃત્તિમાં સદાય અગ્રેસર સાવરકુંડલાના યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તેના ભવિષ્યને ધ્યાનમાં રાખી સાવરકુંડલા નગરપાલિકા સંચાલિત લાઇબ્રેરી ની અંદર પુસ્તકો અર્પણ કરેલ, અને વિદ્યાર્થીઓના અભ્યાસ માટે સતત ચિંતા કરતા યુવાનોના હૃદય સમ્રાટ અને સાવરકુંડલા ની જનતાનો અડધી રાતનો હોકારો અને સાવરકુંડલાના છેવાડાના માનવીની હરહંમેશ ચિંતા કરતા એવા અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા ના જન્મદિવસની ઉજવણી શ્રી નુતન કેળવણી મંડળ સંચાલિત અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા (આશ્રમશાળા) ના બાળકોને પુસ્તકો આપી બાળકો સાથે કેક વહેંચી અને વૃક્ષારોપણ કરી ઉજવણી કરવામાં આવી હતી.
અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા ના જન્મદિવસ ની ઉજવણી આશ્રમ શાળા ના બાળકો સાથે કરવામાં આવી.

Recent Comments