આગામી દિવસોમાં ચોમાસાની ઋતુ ચાલુ થાય છે તો તેને ધ્યાને રાખી પી.જી.વી.સી.એલ સાવરકુંડલા એક્ઝિક્યુટિવ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતીકે ચોમાસા દરમિયાન એક પણ ખેડૂત અને સાવરકુંડલા લીલીયા મતવિસ્તાર એક પણ નાગરિક વીજ પુરવઠાથી વંચિત ન રહે અને ચોમાસા દરમિયાન વીજ વાયર અને વીજપોલોનું નિરીક્ષણ કરી પ્રી મોનસુન ની કામગીરી પૂર્ણ કરવામાં આવે અને વાવાઝોડા દરમિયાન સમયના અભાવે આડે-ધડ નાખેલા વીજ પોલો જેતે ખેડૂત ના ખેતરમાં નાખવામાં આવેલ છે તે ખેડૂતોની માંગણી અનુસાર ખેતરમાં અડચણરૂપ ન થાય એવી જગ્યાએ ફીટ કરી આપવા અને શહેરી વિસ્તારમાં બધા જ પોલનું અને વીજ કનેક્શન સેટિંગ કરી પ્રિમોન્સુન કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.
અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા દ્વારા પ્રિમોન્સુન કામગીરી ને લઇને પી.જી.વી.સી.એલના એક્ઝિક્યુટિવ ઓફિસરને લેખિતમાં રજૂઆત

Recent Comments