જિલ્લા ભાજપ પ્રમુખ, ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને અને પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ અને રાજકોટ ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડની વિશેષ ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી પીઠાભાઈ નકુમે શાબ્દિક સ્વાગત કર્યું હતું અને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે શ્રી કૌશિક વેકરિયાએ કારોબારીને સંબોધન કર્યું હતું.
અમરેલી જીલ્લા ભાજપ અનુ.જાતી દ્વારા સંત શિરોમણી શ્રી રોહીદાસજી ની ૬૪૬ મી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવેલ જેમાં અનુ.જાતી મોરચાના પ્રમુખ કેશુભાઈ વાઘેલા, ભાવનગર જીલ્લાના અનુ.જાતિ મોરચાના પ્રભારી વિરજીભાઈ બોરીચા, સંદીપ સોલંકી, સાવરકુંડલા તાલુકા, શહેરના અનુ.જાતી મોરચાના પ્રમુખો તેમજ મહામંત્રીઓ, અમરેલી તાલુકાના મોરચાના પ્રમુખ, મહામંત્રી તેમજ અન્ય આગેવાનો હાજર રહી પૂજન અર્ચના કરેલ.
આ બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ બસિયાએ ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી શરદભાઈ પંડ્યાએ શોક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ડેટા મેનેજમેન્ટ એન્ડ યુઝ જિલ્લા ઇન્ચાર્જ શ્રી દિવ્યેશ વેકરિયાએ પ્રેઝન્ટેશન દ્વારા ડેટા મેનેજમેન્ટ એન્ડ યુઝની માહિતી આપી હતી તો મધ્યસ્થ બેંક વાઇસ ચેરમેન શ્રી અરુણભાઈ પટેલે સહકારીતા વિશે માર્ગદર્શન આપ્યું હતું. કારોબારીમાં વિશેષ ઉપસ્થિતિ રહેલ રાજકોટ ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડએ અમરેલી જિલ્લામાં ભાજપના વિજયને વધાવતા સૌને અભિનંદન પાઠવ્યા હતા અને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સંત શિરોમણી રવિદાસજી મહારાજની જન્મજયંતી નિમિત્તે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ બસિયા, શ્રી પીઠાભાઈ નકુમ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રેખાબેન મોવલિયા, ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા, પ્રદેશ યુવા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી મનીષભાઈ સંઘાણી, પ્રદેશ મહિલા મોરચા મંત્રી શ્રી ભાવનાબેન ગોંડલિયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા મંત્રી શ્રી મયુરભાઈ માંજરિયા સહિત જિલ્લા ભાજપ કારોબારી સદસ્યો અને આગેવાનો હાજર રહ્યા હતા.


















Recent Comments