દેશનાં લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં ૭૧માં જન્મદિવસની ઉજવણી ”સેવા અને સમપર્ણ અભિયાન અતર્ગત કરી હતી. આખા દિવસ દરમ્યાન જિલ્લાનાં ર૦ મંડલમાં ભાજપ સંગઠન દ્બારા અનેક સેવાકીય કાર્યો કરાયા હતા. જેમાં સર્વરોગ નિદાન કેમ્પ, રસીકરણ કેમ્પ, સ્વચ્છતા અભિયાન, સેવા વસ્તીમાં યજ્ઞ, હોસ્પિટલમાં ફુ્રટ વિતરણ, દિવ્યાંગોને સાધનસહાય, ગૌમાતાનું પૂજન, ગરીબ બાળકોને કેક વિતરણ, નવા નિરનાં વધામણા, પ્રભાતફેરી, વૃક્ષારોપણ, નરેન્દ્રભાઈનાં દીર્ઘાયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે અનેક ગામોનાં રામજી મંદીરમાં મહાઆરતી કરાઈ હતી. તેમજ નરેન્દ્રભાઈ મોદીનાં જીવનકવન પર આધારીત પ્રદર્શન ની જિલ્લા કક્ષાએ અમરેલી સીનીયર સીટીઝન પાર્ક ખાતે કરાઈ હતી.
દેશનાં સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદીવસ નિમિત્તે જિલ્લા ભાજપ પરીવાર અમરેલી અને વિવિધ સામાજીક , સહકારી સંસ્થાઓ દ્બારા સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવા અને સમર્પણ અભિયાન અતર્ગત વિવિધ કાર્યક્રમોમા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીકભાઈ વેકરીયા તથા સાસંદ નારણભાઈ કાછડીયા એ જિલ્લા નાં વિવિધ મંડલનાં કાર્ય ક્રમોમાં હાજરી હતી. જેમા સવારે અમરેલી શહેર ખાતે નાગનાથ મંદીરે ગાયત્રીયજ્ઞ તેમજ મોદીજીનાં સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રાથના કરાઈ હતી. તેમજ લાઠી શહેરમાં સર્વ રોગનિદાન કેમ્પ તેમજ રસીકરણ, દામનગર શહેરમાં સર્વ નિદાન કેમ્પ, રસીકરણ અને દલિતવાસમાં ગાયત્રીયજ્ઞ, અમરેલી શહેરમાં ઉજજવલા યોજના તથા મુખ્યમંત્રી બાળસેવા યોજના અંતગ૬/ગ્:ત્સત લાભાર્થી લાભ, તાલુકા શાળામાં રસીકરણ કાય૬/ગ્:ત્સક્રમ, સીવીલ હોસ્પિટલ ખાતે ફ્રુટ વિતરણ, અમર ડેરી ખાતે વૃક્ષારોપણ તેમજ ર૧૦૦૦ વૃક્ષા રોપાનું વિતરણ, બગસરા શહેરમાં સૌરાષ્ટ્ર નાગરીક શરાફી મંડળી દ્રારા વૃક્ષા રોપણ અને રોપાનું વિતરણ, સર્વ રોગનિદાન કેમ્પ અને રસીકરણ, મુંજીયાસર ડેમ ખાતે નવા નિરનાં વઘામણા અને જળ પુજન, સાવરકુંડલા શહેરમાં શિવાજીનગરમાં મહાઆરતી, ગાયમાતાનું પુજન અને ગોળધાણા પ્રસાદી, ધનાબાપાનાં આશ્રમ ખાતે મહાઆરતી, સદભાવના ગુ્રપ દ્બારા આયોજીત ગણેશજીમાં આરતી અને રસીકરણ વિતરણ, વરસડા ગામે રામધુન જેવા નાના મોટા કુલ ૧૯ કાર્યક્રમો માં હાજરી આપી હતી. સમગ્ર કાય૬/ગ્:ત્સક્રમો દરમ્યાન જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશ કાબરીયા તથા ભુપેન્દ્રભાઈ બસીયા તથા જે તે મંડલનાં હોદેદારો તથા કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.
Recent Comments