અમરેલી

અમરેલી જિલ્લા ભાજપ દ્રારાગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનાં ”વન ડે વન ડીસ્ટ્રીકટ” કાર્યક્રમ અંતર્ગત બેઠક લેતા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી સી.આર.પાટીલજીનાં ”વન ડે વન ડીસ્ટ્રીકટ” કાર્યક્રમની તૈયારીનાં ભાગ રૂપે અમરેલી જિલ્લા ભાજપની એક મહત્વની બેઠક જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાનાં અધ્યક્ષ સ્થાને મળી હતી.

આગામી દિવસોમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાહેબ જયારે આ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લાની મુલાકાતે આવવાના હોય જેની તૈયારી માટે દરેક વિભાગની અલગ અલગ જવાબદારી ભાજપનાં વિવિધ આગેવાનોને સોપવામાં આવી છે. આ જવાબદાર ઈન્ચાર્જની બેઠકમાં અમર ડેરીનાં ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશ કાબરીયા, ભુપેન્દ્રભાઈ બસીયા, ધર્મેન્દ્રગીરી ગોસાઈ, કેવલભાઈ મહેતા, વિજયદાન ગઢવી, ડો. દેવકુભાઈ વાળા, સંજયભાઈ ભેસાણીયા, પીયુષભાઈ શુકલ, કેતનભાઈ ઢાંકેચા, લાલભાઈ ચુડાસમા, જિજ્ઞેશભાઈ પટેલ, મેહુલભાઈ ધોરાજીયા, કમલેશભાઈ સોલંકી, ૠજુલભાઈ ગોંડલીયા, મનીષભાઈ ડોબરીયા, મુકુંદભાઈ મહેતા, અરૂણભાઈ પટેલ, મહેન્દ્રભાઈ ચાવડા, કલ્પેશભાઈ મેતલીયા, બોરીસાગરભાઈ વગેરે આગેવાન કાર્યકર્તાઓ હાજર રહયા હતા.

Related Posts