હાલમાં આવી રહેલ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કમળને ખીલવવા માટે ચૂંટણી ઈન્ચાર્જશ્રી તેમજ જિલ્લા ભાજપ ટીમ દ્વારા કમર કસી પાલીકા પંચાયત કબજે કરવા માટે રણનિતી તૈયાર કરવામાં આવી . જેમાં પ્રદેશ દ્વારા નિયુકત ચુંટણી ઈન્ચાર્જશ્રી જિતુભાઈ વાઘાણી અને ધર્મેન્દ્રસિંહજી દ્વારા ઉપસ્થિત કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવેલ . જેમાં અમરેલી શહેર ચુંટણી ઈન્ચાર્જ મુકેશભાઈ સંઘાણી , કુંકાવાવ તાલુકાનાં ચુંટણી ઈન્ચાર્જ કાળુભાઈ વિરાણી , બાબરા તાલુકા ચુંટણી ઈન્ચાર્જ વી.વી.વઘાસીયા , બાબરા શહેર ચુંટણી ઈન્ચાર્જ રશ્મીનભાઈ ડોડીયાવી.વી.વઘાસીયા , બાબરા શહેર ચુંટણી ઈન્ચાર્જ રશ્મીનભાઈ ડોડીયા , અમરેલી શહેર ભાજપ પ્રમુખ તુષાર જોષી , અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ધનશ્યામ ત્રાપસીયા , કુંકાવાવ તાલુકા પ્રમુખ ગોપાલભાઈ અંટાળા , બાબરા શહેર ભાજપ પ્રમુખ મુકેશ ખોખરીયા , બાબરા તાલુકા ભાજપ પ્રમુખ નીતીન રાઠોડ સહીત અપેક્ષિત શ્રેણીનાં આગેવાનોની ઉપસ્થિતીમાં આજની ચુંટણી લક્ષી બેઠકો અલગ અલગ મંડલ વાઈઝ મળેલ . આ તકે અમરેલી ખાતે જિલ્લા ભાજપનાં પૂર્વ પ્રમુખ ડો.ભરતભાઈ કાનાબાર , શરદભાઈ લાખાણી , દીનેશભાઈ પોપટ , બાબરા ખાતે જિલ્લા ભાજપ મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસીયા , પૂર્વ ધારાસભ્ય વાલજીભાઈ ખોખરીયા ઉપસ્થિત રહયા હતા . તેમ જિલ્લા ભાજપ કાર્યાલયની અખબાર યાદીમાં જણાવાયુ છે .
અમરેલી જિલ્લા ભાજપ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે ચુંટણી ઈન્ચાર્જશ્રી જિતુભાઈ વાઘાણી , ધર્મેન્દ્રસિંહજી જાડેજા , જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા , જિલ્લા ચૂંટણી ઈન્ચાર્જશ્રી નારણભાઈ કાછડીયા , જે.વી.કાકડીયાની ઉપસ્થિતીમાં અમરેલી શહેર , તાલુકો અને કુંકાવાવ તાલુકો તેમજ બાબરા શહેર અને તાલુકાની બેઠકો મળી

Recent Comments