અમરેલી જિલ્લા માં ખેડૂતો ને શિયાળુ પાક નાં વાવેતર માટે DAP ખાતર મળી રહે તે માટે કૃષિમંત્રી શ્રી ને પત્ર પાઠવીને વિનંતી કરતા પ્રતાપ દુધાત
અમરેલી જિલ્લા માં ખેડૂતો ને શિયાળુ પાક નાં વાવેતર માટે DAP ખાતર મળી રહે તે માટે કૃષિમંત્રી શ્રી ને પત્ર પાઠવીને વિનંતી કરતા પ્રતાપ દુધાત અમરેલી જિલ્લો ખેતી પર નિર્ભર જિલ્લો છે. જેમાં ખેડૂત અને ખેતીકામ કરતા તમમાં આ ખેતી પર પોતાના પરિવાર નું નિર્વાહ ચાલવી રહ્યા છે, ત્યારે શિયાળાની ઋતુ માં અમરેલી જિલ્લા માં ખેડૂતો દ્વારા શિયાળુ પાક ચણા,ઘઉં, ડુંગળી નું વાવેતર કરવું છે, પરંતુ અમરેલી જિલ્લા માં D. A. P. ખાતર મળી રહ્યું નથી. ખાતર વગર વાવેતર થઈ શકે તેમ નથી, ખેડૂતો ની મુશ્કેલીઓ વધી રહી છે ખેડૂતો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે અમરેલી જિલ્લા ને અતિવૃષ્ટિ ની કૃષિ સહાય પેકેજ પણ મળેલ નથી. ખેડૂતોની હાલત દિન પ્રતિદિન કફોડી બની રહી છે, ખેડૂતો પર કુદરતી, આકસ્મિક આફતો આવતી હોય છે તેમ છતાં આ તાત હિમત હાર્યા વગર પોતાની ખેતી કરી રહ્યો છે, પણ ખાતર, બિયારણ, જેવી આવશ્યકતા મુજબ તેમને મળતું નથી તેમના કારણે ખેડૂત તેમની ખેતી કરવામાં ખુબજ મુશ્કેલીઓ વેઠી રહ્યો છે, ત્યારે અમારા અમરેલી જિલ્લા પ્રત્યે રહેમદ્રષ્ટિ રાખી D. A. P ખાતર મળી રહે તેવી વ્યવસ્થા કરવા માટે પ્રતાપ દુધાત પ્રમુખ જીલ્લા કોંગ્રેસ સમિતિ અમરેલી- પૂર્વ ધારાસભ્ય સાવરકુંડલા-લીલીયા દ્વારા કૃષિમંત્રી શ્રીને પત્ર પાઠવી અને બન્ને હાથ જોડી નમ્ર વિનંતી કરવામાં આવેલ છે
Recent Comments