અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નાં જિલા પ્રમુખ શ્રી કૌશિક ભાઈ વેકરીયા તેમજ મહામંત્રી શ્રી રાજુભાઇ કાબરિયા નાં નેતૃત્વ હેઠળ અમરેલી જિલા ગૌ સંવર્ધન સેલ ની રાષ્ટ્રીય કામધેનુ આયોગ પૂર્વ ચેરમેન, ભારત સરકાર ના પૂર્વ મંત્રી શ્રી ડો. કથીરીયા સાહેબ નાં અઘ્યક્ષ સ્થાને બેઠક મળી હતી.
માનનીય શ્રી કથીરીયા સાહેબ નું સ્વાગત અમરેલી જિલ્લા બીજેપી ગૌ સંવર્ધન સેલ જિલ્લા પ્રમુખ પ્રશાંત ભાઇ ચુડાસમા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું…
રખડતી ગૌ માતા, આત્મ નિર્ભર ગૌશાળા , સરકાર શ્રી દ્વારા મળતી સહાય જેવા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી…
આ બેઠક માં કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પ લાઇન રાજકોટ પ્રમુખ શ્રી મિત્તલ ભાઈ ખેતાણી, વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ એનિમલ હેલ્પ લાઇન અમરેલી નાં મેમ્બર કિશન ભાઈ ચોહાણ, તેમજ શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ નાં પ્રમુખ ધમેન્દ્ધભાઇ પણ હાજર રહેલ તેમજ વિવિધ ગૌશાળા સદસ્યો, ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments