અમરેલી

અમરેલી જિલ્લા માં ભાજપ નાં અંદરોઅંદર નાં વિખવાદ ના રૂપે “ લેટરકાંડ” મા ભાજપ ના કદાવર નેતાના માન-સન્માન ખાતર નારીની ગરિમા અને ગૌરવ નું વસ્ત્રાહરણ કરીને એક મહિલા ની સંડોવણી કરવા બદલ પટેલ સમાજ નાં આગેવાનો, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, અને પોલીસવડા ને ન્યાય આપવવા આગળ આવવા પત્ર પાઠવતા પ્રતાપ દુધાત અમરેલી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય

અમરેલી જિલ્લા માં ઘણા સમયથી વહીવટીતંત્ર અને પોલીસતંત્ર દ્વારા રાજકીય ઈશારે અરાજકતા દિન-પ્રતિ દિન થઇ રહેલ છે ગતિશિલ અને સ્વેંદનશિલ ગુજરાત દ્વારા મહિલા સશક્તિકરણ હેઠળ નારી ગૌરવ નીતિ અમલ માં મુકેલ છે, ૮ માર્ચ ના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની જોરશોર થી ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે અમરેલી જિલ્લા માં ભારતીય જનતા પાર્ટી નાં આંતરિક વિવાદ ને “લેટરકાંડ” માં માધ્યમથી બહાર આવતા અને એક બીજા નેતાઓ ની રાજનીતિ ના પાપે એક મહિલા ને સંડોવણી કરવામાં આવી. જેમાં ગુજરાતી કહેવત “પાડા ને વાંકે પખાલી ને ડામ” ને સાર્થક કરી રહી છે. વધુમાં થોડું પોલીસતંત્ર દ્વારા આ “લેટરકાંડ” નાં આરોપી તરીકે મહિલા ને  બંધારણીય અને મહિલા એક્ટ મુજબ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી મહિલા ની ધરપકડ કરવામાં આવતી નથી. ત્યારે મહાભારત માં જયારે અંદરોઅંદર ની લડાઈ માં દ્રોપદી નું વસ્ત્રાહરણ થયેલ તેમ આપની આ સરકાર માં અંદરોઅંદર ના આંતરિક જૂથ વાદ માં પોલીસતંત્ર દ્વારા બંધારણીય જોગાવાઈ ની વિરુધ્ધ માં આ મહિલા ને મોડી રાત્રી નાં ૧૨-૦૦ કલાકે ધરપકડ કરવામાં આવી અને તેમને અમરેલીના મુખ્ય માર્ગ માં સરઘસ નાં રૂપે ફેરવવામાં આવેલ છે

ત્યારે નારી ગૌરવ નું પણ આપની સરકાર માં પોલીસતંત્ર દ્વારા વસ્ત્રાહરણ કરવામાં આવ્યું છે. નારી જગત નું અને બંધારણીય કાયદાનું સરેઆમ અપમાન કરવામાં આવ્યું છે તે એક દુઃખદ બાબત છે. આપની સરકાર નાં કહેવાતા નેતા નાં પ્રોટોકોલ અને તેમના સન્માન ખાતર જયારે મહિલા ની ગરિમા નું વસ્ત્રાહરણ કરવામાં આવેલ તે આવનારા દિવસો માટે ખતરા સમાન છે. છેલ્લા એકાદ વર્ષ થી અમરેલી જિલ્લા માં મોટા પ્રમાણ માં અરાજકતા ફેલાઈ રહેલ છે તાજેતર માં અમરેલી જીલ્લા પંચાયત નાં સદસ્યો અને ભાજપ નાં આગેવાન દ્વારા સાવરકુંડલા તાલુકા ના ખોડીયાણા ગામ નાં નાના ખેત મજુર ને કોર્ટ માં મરવા મજબુર થઇ ને મોત ને વહાલું કર્યું હતું અને મારનાર નો મૃતદેહ ત્રણ-ત્રણ દિવસ રજળતી રહી અને પોલીસતંત્ર બન્ને સદસ્યો ને સાવરવામાં મસ્ત હોય, આમ જનતા માટે કોઈ કાયદા કે કલમો લાગુ પડતી નથી પરંતુ રાજકીય આગેવાનો માટે બંધારણીય વિરુધ્ધ કાયદા અને કલમો લાગુ પડી શકે અમરેલી જીલ્લા માં સતત દારૂ, ખનીજ ચોરી થઇ રહેલ છે, ત્યારે આ પોલીસ તંત્ર દ્વારા કેમ સરઘસ કે રાત્રી નાં ધરપકડ કેમ કરવામાં આવતી નથી આમ અમરેલી જીલ્લા માં દિન-પ્રતિદિન રાજકીય ઈશારે વહીવટીતંત્ર અને પોલીસતંત્ર દ્વારા અરાજકતા ફેલાતી બંધ કરી અને આમ જનતા , મહિલા નું રક્ષણ માટે યોગ્ય કાર્યવાહી થવા અને મહિલા નાં ન્યાય માટે જવાબદાર અધિકારી તંત્ર સામે કાયદાકીય કાર્યવાહી થવા અને મહિલા ને ન્યાય આપવવા પ્રતાપ દુધાત અમરેલી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય દ્વારા સરકારશ્રી અને પટેલ સમાજ નાં આગેવાનો, પોલીસવડા ને પત્ર પાઠવેલ છે


Related Posts