અમરેલી જિલ્લા માહિતી કચેરીની મુલાકાતે માહિતી નિયામકશ્રી આર.કે. મહેતા

ગુજરાત રાજ્યના માહિતી અને પ્રસારણ ખાતાના માહિતી નિયામકશ્રી આર. કે. મહેતાએઅમરેલી જિલ્લા માહિતી કચેરીની મુલાકાત લીધી હતી. મહત્વનું છે કે, રાજ્ય સરકારના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન માહિતી નિયામકશ્રી આર. કે. મહેતાએ ગીર સોમનાથ જિલ્લાના વિવિધ વિસ્તારનો પ્રવાસ કર્યો હતો. તેમણે તેમના આ કાર્યક્રમ બાદ અમરેલી જિલ્લા માહિતી કચેરીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.માહિતી નિયામકશ્રી મહેતાએ અધિકારી-કર્મચારીઓ સાથે કચેરી કામગીરી વિશે વિગતે વાતચીત કરી હતી. તેમણે કચેરીના સંચાલન, કચેરી કામગીરી અને રાજ્ય સરકારના વિવિધ યોજનાકીય પ્રચાર -પ્રસાર લક્ષી કામગીરી માટે સકારાત્મક અને વ્યવહારુ અભિગમ દાખવવા પણ જણાવ્યું.આ પ્રસંગે નાયબ માહિતી નિયામક ડૉ. દિવ્યા છાટબારે માહિતી નિયામકશ્રી આર.કે. મહેતાનું પુષ્પગુચ્છ અને ખાદીના રુમાલથી આવકાર સ્વાગત કર્યુ હતુ. કચેરીના કર્મયોગી સર્વશ્રી વી.આર. પીપળીયા, શ્રી બી.ડી. પાથર, શ્રી એમ.એમ. ધડુક, શ્રીમતી શારદાબેન રાઠોડ, શ્રી એમ.વી. રાઠોડ, શ્રી ચિરાગભાઈ માલનીયા, શ્રી સુધીરભાઈ જોગદિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments