fbpx
અમરેલી

અમરેલી જિલ્લા માહિતી કચેરીના પ્રાંગણમાં પ્રતિજ્ઞા – શપથ

 વડાપ્રધાન શ્રી અને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ, ગુજરાત રાજયના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વર્ષ-૨૦૦૧ થી વર્ષ-૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં નાગરિકોને જોડી ઓકટોબર-૨૦૨૪ની તા. ૦૭ થી તા.૧૫ દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવણી થશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જોયેલા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મન-વચન અને કમર્થી તત્પર રહેવા સાથે દેશ માટે સમર્પિત ભાવની સામૂહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા અમરેલી જિલ્લા માહિતી કચેરી ખાતે લેવામાં આવી હતી.અમરેલી જિલ્લા માહિતી કચેરીના પ્રાંગણમાં જિલ્લા માહિતી કચેરીના વડા નાયબ માહિતી નિયામકશ્રી અને જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીશ્રીઓ દ્વારા સામૂહિક પ્રતિજ્ઞાનું પઠન કરવામાં આવ્યું હતું.  મહત્વનું છે કે, નાગરિકો ભારત વિકાસ પ્રતિજ્ઞા https://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલની મુલાકાત લઇ પ્રતિજ્ઞા અંગેનું તેમનું પ્રમાણપત્ર ઓનલાઈન મેળવી શકશે.

Follow Me:

Related Posts