fbpx
અમરેલી

અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તથા પોલીસ અધિક્ષકનાઓએ પાસા હેઠળ કાર્યવાહી કરતા, ભયજનક વ્યકિતને પાસા હેઠળ જેલમાં ધકેલતી અમરેલી એલ.સી.બી. તથા બાબરા પોલીસ ટીમ

ભાવનગર રેન્જ આઇ.જીઅમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રીનાઓએ પાસા હેઠળ કાર્યવાહી કરતા, ભયજનક વ્યકિતને પાસા હેઠળ જેલમાં ધકેલતી અમરેલી એલ.સી.બી. તથા બાબરા પોલીસ ટીમ.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓઓ અમરેલી જિલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો ઉપર કડક હાથે કાર્યવાહી કરવા તેમજ શરીર-સબંધી ગુન્હાઓ કરવાની ટેવ વાળા અને ઘાતક હથિયારો સાથે નિર્દોષ નાગરીકોને દાદાગીરી, ધાક ધમકી આપી ઇજાઓ કરી જાહેર વ્યવસ્થા ખોરવતા અને ભયનું સામ્રાજ્ય ફેલાવી આંતક મચાવતાં માથાભારે ઇસમો સામે પાસા-તડીપાર જેવા સખ્ત પગલા લઇ ગુન્હેગારોને કાયદાનું ભાન થાય, તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને, તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ.શ્રી ડી.કે.વાઘેલા નાઓએ બાબરા તાલુકા વિસ્તારમાં ગુનાઓ આચરતા ઇસમ ચાંપરાજભાઇ હાથિભાઇ વાળા, ઉ.વ.૪૦, રહે.ગળકોટડી, તા.બાબરા, જિ.અમરેલી વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્ત તૈયાર કરી, પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, અમરેલીનાઓ તરફ મોકલી આપેલ. આવા ભયજનક વ્યક્તિની સમાજ વિરોધી અસામાજીક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જાણાતાં, અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અજય દહિયા સાહેબનાઓએ ઉપરોકત ઇસમ વિરૂધ્ધ પાસાનું વોરંટ ઇસ્યુ કરતાં, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તેમજ એલ.સી.બી. ટીમ દ્વારા ચાંપરાજભાઇ હાથિભાઇ વાળાને પાસા વોરંટની બજવણી કરી, મધ્યસ્થ જેલ, વડોદરા ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે.
→ પાસા અટકાયતીનો ગુનાહિત ઇતિહાસઃ-
(૧) બાબરા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૩૦૧૭૬/૨૦૨૩, IPC કલમ ૩૬૫, ૩૮૪, ૩૪૧, ૩૪૨, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) વિ. મુજબ.
(૨) બાબરા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૪૦૩૬૦/૨૦૨૪, BNS કલમ ૩૫૨, ૩૫૧(૨) મુજબ.
(૩) બાબરા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૪૦૩૮૪/૨૦૨૪, BNS કલમ ૧૧૫(૧), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ વિ. મુજબ.
આમ, ગુનાઓ આચરતા ઇસમ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી, જેલ હવાલે કરી, અસામાજિક પ્રવૃતિ કરતા ઇસમો સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા હેડ કોન્સ. દયાબેન જસાણી તથા બાબરા પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી ડી.કે.વાઘેલા તથા એ.એસ.આઇ. જીતેન્દ્રભાઇ દાંતી દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts