અમરેલી જિલ્લા મોરચાની કારોબારી નું પ્રકૃતિની ગોદ દુધાળા ગીર માં યોજાઈ ગઈ
ઓબીસી મોરચા જિલ્લા પ્રમુખ .જિલ્લા ઇન્ચાર્જ તેમજ મોરચાના રાજ્ય મંત્રી જિલ્લા ભરના હોદેદારો ઉપસ્થિત રહ્યાં
અમરેલી જિલ્લા ઓબીસી મોરચા ના જિલ્લા પ્રમુખ રાજુભાઇ ભૂતયા ના નેજા હેઠળતેમજ પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદયભાઇ કાનગડ સીધી સૂચના મુજબ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક ભાઈ વેકરીયા માર્ગદર્શન અનુસાર
અમરેલી જિલ્લા ભાજપબક્ષીપંચ મોરચા દ્રારા મંડલ હોદ્દેદારો ની પરીચય બેઠક તેમજ કારોબારી નું પ્રકૃતિની ગોદ રાજસ્થલી ગીરમાં. જિલ્લા ઇન્ચાર્જ ગોવતમભાઇ ચૌહાણ (પ્રભારી જીલ્લા બક્ષીપંચ મોરચો)ના અધ્યક્ષ પદે યોજાય ગઈ કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રગટાવી રાષ્ટ્રગાન ગાઇ અને ઉપસ્થિત સહુ એ પોતાનો પરિચય આપી કરવામાં આવી હતી મોરચા ના જિલ્લા પ્રમુખ રાજુભાઇ ભૂતયા એ પોતાના પ્રેરણાદાયી
વક્તવ્ય માં જણાવ્યુ હતું કે આજે ખૂબ જ ટૂંકી નોટિસ થી આપણે તમામ હોદેદારો ઉપસ્થિત રહ્યા તે બદલ સહુને અભિનંદન આપ્યા હતાં તેમજ નવ નિયુકત હોદેદારો ને આવકર્યા હતા તેમજ ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર ની યોજના આમ જનતા સુધી પહોંચે તેમજ યશસ્વી વડાપ્રધાન મોદીજી નો મંત્ર સોવનો સાથ સોંનો વિકાસ ને અનુસરવા આહવાન કર્યું હતું અને ઓબીસી મોરચા નું સંગઠન વધારવા આહવાન કર્યું હતું તેમણે વધુ માં જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત થી શહેર બુથ સુધી સંગઠન ઉભું કરવા બક્ષીપંચ મોરચા માં આવતા 146 સમાજ ને સાથે લઈ ને જિલ્લા નો પ્રવાસ કાર્યક્રમ જાહેર કરી સહુ ને જાણ કરીશું
પ્રદેશ મંત્રી મયુરભાઇ માજરીયા એ પણ પ્રેરણા આપતું ઉદબોધન કર્યું હતું જ્યારે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીકભાઇ વેકરીયા એ હાજર રહી માર્ગદર્શન અને માહિતી આપી હતી.
જ્યારે જિલ્લા ઇન્ચાર્જ ગોવતમભાઇ ચૌહાણ (પ્રભારી જીલ્લા બક્ષીપંચ મોરચો)ના અધ્યક્ષ પદે થી પોતાના ઉદબોધન માં જણાવ્યું હતું કે આપણાં વડાપ્રધાન પણ બક્ષીપંચ સમાજ ના છે આપણે માટે ગોવરવ ની વાત છે તમામ મંડલના સભ્યો ને પાર્ટી ના કામે લાગી જવા આહવાન કર્યું હતું જિલ્લામાં થી 20 મંડલ ના પ્રતિનિધિ ઓ અને હોદેદારો હાજર રહ્યાં હતા આભાર વિધી ઓબીસી મોરચા ઉપપ્રમુખ ધમભાઈ ગોવસ્વામી એ કરી હતી તેમ ઓબીસી જિલ્લા મીડિયા કન્વીનર હરેશ ટાંક ની અખબારી યાદીમાં જણાવ્યું છે.
Recent Comments