સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત,ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં ચાલતી વોલીબોલ એકેડેમી અને ડી.એલ.એસ.એસ માટે વર્ષ ૨૦૨૨-૨૩ માં નવા ખેલાડીઓના પ્રવેશ માટે અમરેલી જિલ્લામાં અસાધારણ ઉંચાઈ ધરાવતા ભાઈઓ અને બહેનોને બાસ્કેટબોલ રમતની એકેડેમી અને ડી.એલ.એસ.એસમાં સમાવિષ્ટ કરવા માટે હાઈટ હન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૨૪ જુલાઈ,૨૦૨૨ને રવિવારના રોજ સવારે ૯ વાગ્યે કરવામાં આવશે.
વય અને ઉંચાઈ મર્યાદાના નિયત ધોરણ મુજબ ૧૦ વર્ષની ઉંમર માટે ઉંચાઈ મર્યાદા ૧૪૬ બહેનો, ૧૪૮ ભાઈઓ, ૧૧ વર્ષની ઉંમર માટે ૧૫૦ બહેનો અને ૧૫૪ ભાઈઓ, ૧૨ વર્ષની ઉંમર માટે ૧૫૪ બહેનો અને ૧૬૦ ભાઈઓ, ૧૩ વર્ષની ઉંમર માટે ૧૬૦ બહેનો અને ૧૬૫ ભાઈઓ, ૧૪ વર્ષની ઉંમર માટે ૧૬૪ બહેનો, ૧૭૩ ભાઈઓ, ૧૫ વર્ષની ઉંમર માટે ૧૬૮ બહેનો, ૧૮૦ ભાઈઓ, ૧૬ વર્ષની ઉંમર માટે ૧૭૦ બહેનો અને ૧૮૬ ભાઈઓ, ૧૭ વર્ષની ઉંમર માટે બહેનો ૧૭૪ અને ભાઈઓ ૧૮૮, ૧૮ વર્ષની ઉંમર માટે બહેનો ૧૭૫ અને ભાઈઓ ૧૯૦, ૧૯ વર્ષની ઉંમર માટે બહેનો ૧૭૫થી વધુ અને ભાઈઓ ૧૯૦થી વધુ રાખવામાં આવી છે.
ઉંચાઈના આંકડા સેમીમાં આપવામાં આવ્યા છે. વધુ વિગત માટે મો. નંબર ૮૪૮૮૮૦૭૪૮૮ પર સંપર્ક કરવો. રસ ધરાવનારે આધારકાર્ડ તથા જન્મ તારીખના દાખલા સાથે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગોળ હોસ્પિટલની બાજુમાં, ચિત્તલ રોડ, અમરેલી ખાતે હાજર રહેવા જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments