અમરેલી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ દ્વારા મહિલા દિવસ નિમિત્તે માતૃ શક્તિ વંદના કાર્યક્રમ ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.જી. પ્રજાપતિ સાહેબ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ઘનશ્યામભાઈ સોલંકી સાહેબ વિસ્તરણ અધિકારીશ્રી લતાબેન સોલંકી તેમજ વિવિધ સામાજિક કાર્યોમાં અગ્રેસર અને હનુમાન પરા પ્રાથમિક શાળાના આચાર્ય એવા શ્રી અંજનાબેન ટિંબડિયા તેમજ કમાણી ફોરવર્ડ હાઇસ્કૂલના આચાર્ય શ્રી મનીષભાઈ સિધ્ધપુરા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અમરેલી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના પ્રતિનીધી કલ્પેશભાઈ સાબવા લાઠી શૈક્ષિક મહા સંઘના અધ્યક્ષ વિજયભાઈ મકવાણા બાબરા શૈક્ષિક સંઘના અધ્યક્ષ રજની ભાઈ મકવાણા લીલીયા તાલુકા ના અધ્યક્ષ મહેન્દ્રભાઈ કાવઠીયા તેમજ વિવિધ તાલુકાના હોદેદારો અને બહોળી સંખ્યામાં ગુરૂજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહિલાઓના સમાજમાં યોગદાન આપવા બદલ તેમનો સત્કાર સન્માન કરવામાં આવ્યો હતો આ ઉપરાંત મહિલાઓની વિવિધ ક્ષેત્રમાં મેળવેલી સિદ્ધિઓ ને પણ બિરદાવવામાં આવી હતી.આ ઉપરાંત વિવિધ વક્તા દ્વારા સ્ત્રીઓની સમાજ ઘડતર માં વિવિધ ભૂમિકા અને તેમના સન્માન વિશે પ્રેરણાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું….આ કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષક મહેશભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષીક સંઘ દ્વારા માતૃ શક્તિ વંદના કાર્યક્રમની ભાવપૂર્વક ઉજવણી કરાઈ.

Recent Comments