ગુજરાત રાજ્ય શૈક્ષણિક તાલીમ અને સંશોધન વિભાગ (જીસીઈઆરટી) ગાંધીનગર પ્રેરિત અમરેલી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત જિલ્લા કક્ષાનો “શૈક્ષણિક નવતર અભિગમ ઉત્સવ” બે દિવસીય કાર્યક્રમનો પ્રારંભ આજરોજ અમરેલી ખાતે થયો હતો.
પ્રાથમિક શાળા કક્ષાએ નવતર પ્રયોગ કરનાર પ્રાથમિક શાળાના શિક્ષકોને તેમના આ સકારાત્મક અને બાળકોના વિકાસ માટેના નવતર અભિગમને પ્રેરણા પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના શિક્ષકોને તેમના પ્રાથમિક શાળામાં વધુ સારી શૈક્ષણિક પ્રવૃત્તિઓ થઈ શકે તે માટેના વિચારો અને પ્રયોગો રજૂ કર્યા હતા. ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં જિલ્લાભરના પ્રાથમિક શાળાના શિક્ષકો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં રસ ધરાવતા હોય તે તમામ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના સુંદર આયોજન અને સુચારુ સંચાલન માટે અમરેલી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના શ્રી ભરતભાઈ ડેરે જહેમત ઉઠાવી હતી.
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યશ્રી દક્ષાબેન પાઠકના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રેખાબેન મોવલીયા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી વિપુલભાઇ દુધાત, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તુષારભાઈ જોશી, બિપીનભાઇ જોષી, અમર ડેરી ચેરમેનશ્રી અશ્વિનભાઇ સાવલિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, માધ્યમિક શિક્ષક સંઘ, ઉચ્ચ માધ્યમિક શિક્ષક સંઘ, આચાર્ય સંઘ, વહીવટી સંઘ, ઉત્કર્ષ મંડળ, પ્રાથમિક શૈક્ષિક સંઘ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ, શરાફી મંડળી પ્રમુખશ્રી-મંત્રીશ્રીઓ, એઇમ્સ હોસ્પિટલના ડો. કેયુરભાઈ કોટડીયા, કુલદીપભાઈ ભમર સહિતના પદાધિકારીશ્રીઓ અને અધિકારી-કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લાના પ્રાથમિક-માધ્યમિક શાળાના શિક્ષકશ્રીઓએ ૬૮ પોતાની કૃતિ રજૂ કરી હતી. મહત્વનું છે કે, જિલ્લાકક્ષાએ પસંદગી પામી હોય તેવી પ્રાથમિક શાળાની ૩ અને માધ્યમિક શાળાની બે કૃત્તિઓ રાજયકક્ષા પર જશે.
Recent Comments