જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને અમરેલી કલેકટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાએ પદાધિકારીશ્રીઓની રજૂઆતો સાંભળી અને સંબંધિત કચેરીઓને તે સમસ્યાઓના નિવારણ માટે સૂચનો કર્યા હતા. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલીયા, સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, ધારાસભ્યશ્રી વિરજીભાઈ ઠુંમર, ધારાસભ્યશ્રી પ્રતાપભાઈ દુધાત સહિતનાઓએ અમરેલી જિલ્લાના જુદાં – જુદાં વિસ્તારના રસ્તા, પાણી, વીજળી, બસ સુવિધા સહિતની બાબતોને લગતા વિવિધ પ્રશ્નો જણાવી તેના ઝડપી નિવારણ માટે રજૂઆત કરી હતી. જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકનું સંચાલન અધિક જિલ્લા કલેક્ટરશ્રી આર. વી. વાળાએ કર્યુ હતુ. બેઠકમાં વિવિધ કચેરીઓના વડા અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

Recent Comments