ઐતિહાસિક બેઠક: ભવ્ય અને દિવ્ય માં ઉમા ખોડલ નવરાત્રી મહોત્સવ ઉજવાશે
શ્રી દિલીપભાઈ સંઘાણી, શ્રી ભરતભાઈ સુતરીયા, શ્રી ઠાકરશીભાઈ મેતલિયા, શ્રી કાળુભાઈ ભંડેરી, શ્રી દિનેશભાઈ ભુવા સહિતના આગેવાનોની હાજરીમાં બેઠક યોજાઈ
શ્રી પી પી સોજીત્રા, શ્રી વજુભાઈ ગોલ અને શ્રી ડી કે રૈયાણીના સંકલનમાં યોજાયેલી બેઠકમાં સમાજ શ્રેષ્ઠીઓએ હાજરી આપી
અર્કાય સોલાર મેઈન સ્પોન્સર્સ તરીકે સહભાગી થયા
ગુજરાતમાં વસતા પાટીદારોની રાજધાની ગણાતી નગરી એટલે આપણું અમરેલી. અમરેલીની ધરા એ પરિવર્તન અને નવી દિશા બતાવનારી છે. અમરેલીનું આંગણુ સાંસ્કૃતિક મહોત્સવની ઓળખ ધરાવે છે. સાંસ્કૃતિક પરંપરાનું મહાપર્વ એટલે નવરાત્રી. સકારાત્મક અભિગમ સાથે સંપ, સંગઠન અને સહકારથી નવરાત્રીના આયોજનને લઈને કડવા પટેલ સમાજ વાડી ખાતે અમરેલી જિલ્લા સમસ્ત પાટીદાર સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.સામાજિક, રાજકીય, વેપારીઓ અને યુવા પ્રતિભાઓની ઉપસ્થિતિમાં યોજાયેલ આ બેઠકમાં સાંપ્રત સમસ્યા અને પડકારો સહિતના વિવિધ મુદ્દે સમાજ શ્રેષ્ઠીઓએ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ. અમરેલી જિલ્લા સમસ્ત પાટીદાર સમાજના મુખ્ય સંયોજક શ્રી પી પી સોજીત્રા સાહેબ, શ્રી વજુભાઈ ગોલ અને શ્રી ડી કે રૈયાણીના એકમેકના બનીને જગત જનની મા જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રી મહોત્સવની ઉજવણીના આહવનને સૌએ આવકાર્યો હતો અને બિરદાવ્યો હતો. આ નવરાત્રી મહોત્સના મેઈન સ્પોન્સર્સ તરીકે અર્કાય સોલાર કંપનીએ જવાબદારી સ્વીકારી હતી.
ઇફ્કો ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ, સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, અમરેલી જિલ્લા કડવા પટેલ સમાજ પ્રમુખ શ્રી ઠાકરશીભાઈ મેતલિયા, અમરેલી લેઉઆ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડી કે રૈયાણી, , નાગરિક બેંક પૂર્વ ચેરમેન શ્રી પી પી સોજીત્રા સાહેબ, અમરેલી લેઉઆ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ શ્રી દિનેશભાઈ ભુવા, પ્રતિષ્ઠિત સીએ શ્રી એ બી કોઠીયા સાહેબ, પરિવર્તન ટ્રસ્ટ પ્રમુખ શ્રી શરદભાઈ ધાનાણીએ શાબ્દિક સંબોધન કર્યુ હતું. રાજકોટ સાંસદ શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા, પૂર્વ વિપક્ષ નેતા શ્રી પરેશભાઈ ધાનાણી, પૂર્વ સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત, પૂર્વ ધારાસભ્ય શ્રી વીરજીભાઈ ઠુમ્મર, અમર ડેરી ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, અમર ડેરી વાઈસ ચેરમેન શ્રી મુકેશભાઈ સંઘાણી સહિતના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી અને ભોજલધામ ફતેપુરના મહંત શ્રી ભક્તિરામ બાપુએ શુભેચ્છા સહ આશીર્વાદ પાઠવ્યા હતાં.પાટીદાર સમાજ અગ્રણી શ્રી વજુભાઈ ગોલે નવરાત્રી આયોજન અંગે અને આગામી સામાજિક કાર્યક્રમો વિશે વાત કરતા સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને શ્રી હસમુખભાઈ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંકલન અમરેલી જિલ્લા સરદારધામ કન્વીનર શ્રી રાજેશભાઈ માંગરોળિયા દ્વારા કરવામાં આવ્યું હતું અને સંચાલન શ્રી દિવ્યેશ વેકરિયા અને શ્રી પ્રહલાદભાઈ વામજા દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી સંજયભાઈ માલવિયા, શ્રી ગૌરવભાઈ પટેલ, શ્રી દિપકભાઈ ધાનાણી, શ્રી જયસુખભાઈ સોરઠિયા, શ્રી ધર્મેશભાઈ વિસાવળિયા, શ્રી ભીખુભાઈ કાબરિયા, શ્રી હરેશભાઈ રૂપાલા, શ્રી લાલભાઈ ગોપાલ હોટેલવાળા સહિત યુવા સમિતિએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
આ બેઠકમાં સામાજિક અગ્રણી અને ઉદ્યોગપતિ શ્રી કાળુભાઈ ભંડેરી, શ્રી ભુપતભાઈ મેતલિયા, શ્રી જયવંતભાઈ ફીણાવા, શ્રી કાંતિભાઈ વઘાસિયા, શ્રી હરેશભાઈ ધડુક, શ્રી અનિલભાઈ વેકરિયા, શ્રી દિપકભાઈ વઘાસિયા, શ્રી પ્રવિણભાઈ માંગરોળિયા, શ્રી ઘનશ્યામભાઈ ત્રાપસિયા, શ્રી ગોપાલભાઈ અંટાળા, શ્રી પ્રદિપભાઈ ભાખર, શ્રી ધીરૂભાઈ રૂપાલા, શ્રી રામભાઈ સાનેપરા, શ્રી ભરતભાઈ વેકરિયા, શ્રી જયેશભાઈ નાકરાણી, શ્રી મુકુંદભાઈ સેંજલિયા, શ્રી જે પી સોજીત્રા, શ્રી નીકુંજભાઈ સાવલિયા, શ્રી સંજયભાઈ રામાણી, શ્રી હસમુખભાઈ દુધાત, શ્રી ભરતભાઈ પાનસુરિયા, શ્રી મુકેશભાઈ કોરાટ, શ્રી અશોકભાઈ જોગાણી, શ્રી કનુભાઈ ગોજારિયા, શ્રી પ્રવિણભાઈ ફીણાવા, શ્રી હિરેનભાઈ રાછડિયા, શ્રી ગોરધનભાઈ સુરાણી, શ્રી હિરેનભાઈ બાંભરોલિયા, શ્રી નિમેશભાઈ બાંભરોલિયા, શ્રી દિનેશભાઈ સાવલિયા, શ્રી ગોપાલભાઈ પટેલ, શ્રી ગોપાલભાઈ કચ્છી, શ્રી દિવ્યેશભાઈ તળાવિયા, શ્રી ધીરૂભાઈ કોટડિયા, શ્રી મેહુલભાઈ બાબરિયા, શ્રી વરૂણભાઈ પટેલ, શ્રી રમેશભાઈ ગોલ, શ્રી રમેશભાઈ ગુમાસણા, શ્રી એમ એમ પટેલ, શ્રી સુરેશભાઈ રોકડ, શ્રી ધાર્મિકભાઈ રામાણી, શ્રી ધવલભાઈ કાબરિયા, શ્રી બાલુભાઈ માતરિયા, શ્રી હાર્દિકભાઈ સેંજલિયા, શ્રી હાર્દિકભાઈ કાનાણી, શ્રી બિમલભાઈ સાવલિયા, શ્રી જગદિશભાઈ વિરમગામા, શ્રી સંદિપભાઈ ધાનાણી, શ્રી મયુરભાઈ ગજેરા, શ્રી પારસભાઈ સોજીત્રા, શ્રી ભાવેશભાઈ પીપળિયા, શ્રી હરેશભાઈ કાબરિયા, શ્રી રાજુભાઈ ટીંબડિયા, શ્રી દલાભાઈ રામોલિયા, શ્રી વિમલભાઈ રામાણી, શ્રી પંકજભાઈ કાબરિયા, શ્રી રાજુભાઈ ઝાલાવડિયા, શ્રી જગદિશભાઈ તળાવિયા, શ્રી પિન્ટુભાઈ ધાનાણી, શ્રી નિલેશભાઈ મુલાણી, શ્રી પંકજભાઈ ધાનાણી, શ્રી પંકજભાઈ રોકડ, શ્રી અલ્પેશભાઈ કાકડિયા, શ્રી પંકજભાઈ કાબરિયા, શ્રી વિમલભાઈ દેવાણી, શ્રી ચંદુભાઈ સાવલિયા સહિતના આગેવાનો હાજર રહ્યાં હતાં.
Recent Comments