અમરેલી

અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં તા.૩૧ ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા મુહીમ

 તા.૨ ઓક્ટોબર – મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિએ તેમને શ્રદ્ધાંજલિ અર્પવા તેમના સ્વચ્છતા માટેના અનુગ્રહને ધ્યાને રાખી ભારત અને રાજય સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન હાથ ધરવામાં આવે છે.સ્વચ્છતા માટે નાગરિકોમાં એક આદત કેળવાય અને કચરા નિકાલ માટે યોગ્ય વ્યવસ્થાપન થાય તે માટે ખાસ ઝુંબેશ શરુ થશે. અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૪થી સ્વચ્છતા હી સેવા -૨૦૨૪ અભિયાનનો પ્રારંભ થવાનો હોય નાગરિકોને આ અભિયાનમાં સહભાગી થવા અપીલ છે.

આ અભિયાન અંતર્ગત જિલ્લામાં જાહેર, ધાર્મિક અને પ્રવાસન સ્થળો, સરકારી કચેરીઓ, મુખ્ય બજારો સહિતના સ્થળોએ સમગ્રતયા સઘન સફાઈ થશે. સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ના મુખ્ય મુદ્દા તરીકે ભાગીદારી થકી સ્વચ્છતા અંતર્ગત જાહેર જનતાની ભાગીદારી સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવા માટે વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ થશે.આ અભિયાનમાં વ્યાપક પણે જનભાગીદારી જોડવા સ્વચ્છતા શપથ, શેરી નાટકો, વોલ પેઈન્ટીંગ, વેસ્ટ ટુ આર્ટ ઉપરાંત સ્વચ્છતાની થીમ આધારીત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થશે.

સરકારી કચેરીઓમાં પણ સઘન સફાઇ થાય, સ્વચ્છતા માટે આદત કેળવી શકાય, કચેરીમાં ફરજ બજાવતા હોય તેમને અને નાગરિકો-મુલાકાતીઓ મુલાકાત કરતા હોય તેમને પ્રોત્સાહિત કરવા જિલ્લા-રાજ્ય સ્તરીય સ્વચ્છ કચેરી સ્પર્ધાઓ યોજાશે અને સ્વચ્છતાના સામૂહિક શપથ લેવામાં આવશે. સ્વચ્છતા મિત્ર એવા સફાઈ કર્મયોગીઓ સફાઈ વાહકોની સુરક્ષા માટે શિબિર, હેલ્થ ચેકઅપ કેમ્પ્સ અને સામાજિક સુરક્ષાની વિવિધ યોજનાઓના લાભ તેમને આપવા સહિતની બાબતોને આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવી છે.

Related Posts