fbpx
અમરેલી

અમરેલી જિલ્લા ‘સાંસદ ખેલ અને સાંસ્કૃતિક સ્પર્ધા’નો તાલુકા કક્ષાથીએ પ્રારંભ કરાવતા એન.સી.યુ.આઈ.ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી

 અમરેલી જિલ્લાના રમતવીરોમાં રહેલી પ્રતિભાનો સૌને પરિચય થાય તથા કલાકારોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવાના શુભ હેતુ સાથે રાજ્યસભાના સાંસદશ્રી અને કેન્દ્રીય પશુપાલાનમત્સ્યોદ્યોગ અને ડેરી મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલાના માર્ગદર્શનમાં સાંસદ ખેલ સ્પર્ધા અને સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કડીના ભાગરુપે રવિવારે અમરેલી સ્થિત મેડિકલ કોલેજના ઓડિટોરીયમ હોલ ખાતેથી તાલુકા કક્ષાના સાંસ્કૃતિક સ્પર્ધા તેમજ નૂતન હાઈસ્કુલના પ્રાંગણ ખાતે ખેલ સ્પર્ધાનો એન.સી.યુ.આઈ.ઈફકો અને ગુજકોમાસોલના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં થયો હતો.

અમરેલી સ્થિત નૂતન હાઈસ્કુલના પ્રાંગણમાં ટોસ ઉછાળી અને કબડ્ડી ખેલ સ્પર્ધાનો પ્રારંભ કરાવવામાં હતોભાતીગળ રાસની પ્રસ્તુતિ સાથે સાંસ્કૃતિક સ્પર્ધાનો પ્રારંભ થયો હતો.

         આ પ્રસંગે પ્રેરક ઉદ્બોધન કરતા શ્રી દિલીપભાઈ સંઘાણીએ કહ્યુ કેવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએખેલાડીઓ અને કલાકારોની પ્રતિભા બહાર લાવવા માટે અને તેમને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે તમામ સાંસદશ્રીઓને આ સ્પર્ધા યોજવા માટે સૂચન કર્યુ હતુ. જેના અંતર્ગત રાજ્યસભાના સાંસદશ્રી અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને અમરેલી જિલ્લાના વતની શ્રી પરશોત્તમભાઈ રૂપાલા દ્વારા અમરેલી જિલ્લામાં આ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.  રમતગમત સાથે પવિત્રતાપારદર્શિતાસત્યતાખેલદિલી સમાવિષ્ટ હોય છે. રમત ગમતથી યાદશક્તિ અને એકાગ્રતામાં ઉમેરો થાય છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગામડામાં રહેલા યુવાનોની પ્રતિભાને નિખારવા માટે માટે ઓલિમ્પિક કક્ષાના નિયમો સાથે ખેલમહાકુંભની શરુઆત કરાવી હતી. જેથી આગળ જતા આ ખેલાડીઓ રાજ્ય સ્તરે પહોંચી અને ભવિષ્યના સારા ખેલાડીઓ બની શકે. મહત્વનું છે કેઆ સ્પર્ધાઓમાં રામસાગરધોળહાલરડાપ્રભાતિયા જેવી સાંસ્કૃતિક કૃતિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે પૈકી ધોળ ગીતોની સ્પર્ધાની શરુઆત અમરેલીથી થઈ છે. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શ્રી દિલીપભાઈ સંઘાણીએ ખેલાડીઓ અને કલાકારોને તેમજ તેમના માર્ગદર્શકોને શુભેચ્છાઓ આપી હતી.

        તાલુકા કક્ષાએ વિજેતા થનારા ખેલાડીઓને આ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ સ્થાન મળશે અને જિલ્લા કક્ષાના વિજેતાઓને સન્માનિત કરવામાં આવશે. તાલુકા પંચાયત પ્રમુખશ્રી કિશોરભાઈ કાનપરિયાજિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવઅમર ડેરીના ચેરમેનશ્રી અને સ્પર્ધાના સંયોજક અશ્વિનભાઈ સાવલિયાયુવા વિકાસ અધિકારીશ્રી વી.બી. પરમારજિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી પૂનમબેન ફૂમકિયાપ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી અશરફભાઈ કુરેશીશ્રી.એસ. આર. અગ્રાવતશ્રી.એ.બી. બારૈયાજિલ્લા શિક્ષણાધિકારીશ્રીઆચાર્ય સંઘના પ્રમુખશ્રીઅગ્રણી સર્વ શ્રી મેહુલભાઈ ધોરાજીયાશ્રી મનિષભાઈ સંઘાણીશ્રી ભાવનાબેન ગોંડલિયાશ્રી કાચા તેમજ વિશાળ સંખ્યામાં ખેલાડીઓ અને સ્પર્ધકોવિદ્યાર્થીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. 

Follow Me:

Related Posts