fbpx
અમરેલી

અમરેલી જિલ્લા હોમગાર્ડ કમાન્ડર અશોકભાઈ જોશી ને રાજ્ય સ્તરે એવોર્ડ બદલ દામનગર હોમગાર્ડ યુનિટ દ્વારા ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે અભિવાદન

અમરેલી જિલ્લા હોમગાર્ડ કમાન્ડર અશોકભાઈ જોશી ને રાજ્ય સરકાર તરફ થી દીર્ઘકાલીન સેવા બદલ એવોર્ડ એનાયત થતા દામનગર હોમગાર્ડ યુનિટ દ્વારા શ્રી ભૂરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં અભિવાદન સમારોહ યોજાયો અમરેલી જિલ્લા હોમગાર્ડ કમાન્ડર તરીકે સેવારત શ્રી અશોકભાઈ જોશી ની દીર્ઘકાલીન સેવા ની  રાજ્ય સરકાર નોંધ લીધી ગુજરાત સરકાર તરફ થી એવોર્ડ બદલ અશોકભાઈ જોશી નું દામનગર હોમગાર્ડ પરિવાર દ્વારા અભિવાદન સમારોહ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે અનેકો સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓની ઉપસ્થિતિ માંદામનગર હોમગાર્ડ યુનિટ દ્વારા વિશિષ્ટ અભિવાદન સમારોહ યોજાયો હતો જિલ્લા હોમગાર્ડ કમાન્ડર તરીકે દીર્ઘકાલીન સેવા ની નોંધ રાજ્ય સરકાર દ્વારા લેવાઈ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર અશોકભાઈ જોશી ને ગત ૨૬ જાન્યુઆરી એ રાજ્ય સરકારે એવોર્ડ એનાયત કરાયો હતો દામનગર શહેર હોમગાર્ડ યુનિટ દ્વારા શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે થાળનું આયોજન કરાયું. હોમગાર્ડ દળ, દામનગરની બેઠક જીલ્લા  કમાન્ડન્ટશ્રી અશોક જોષીના અધ્યક્ષ સ્થાને મળી.કાર્યક્રમમાં દીપપ્રાગટ્ય દામનગર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ચાંદનીબેન નારોલા ના હસ્તે કરાયું જવાનોની કોરોના કાળ દરમિયાનની કામગીરીની સામાજિક સ્વૈચ્છિક સંસ્થા અને સરકાર દ્વારા લેવાયેલ નોંધથી સૌને અવગત કરાયા આગામી કેમ્પ, તાલીમ અને વેલ્ફર ફંડનાં લાભ બાબતે સમજ આપવામાં આવી. શ્રી અશોક જોષી, જીલ્લા કમાન્ડન્ટ, હોમ ગાર્ડ, અમરેલીના ઓનું માન. મુખ્ય મંત્રીશ્રી મેડલ એનાયત પસંદગી થવાથી દામનગર હોમગાર્ડ યુનિટ ઑફિસર કમાંડિંગશ્રી, શ્રી નરેશ રાજ્યગુરુ તથા હોમગાર્ડ યુનિટ ના જવાનો તેમજ  સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ના પદાધિકારી દ્વારા સ્મ્રુતિ ચિહ્ન અને શાલથી સન્માન કરાયું.

આ તકે એડવોકેટ  કુમારી રાજેશ્વરીબેન રાજ્યગુરૂ સરપંચ એક્લેરા દામનગર અગ્રણી પ્રીતેશભાઈ નારોલા કાર્તિકભાઈ ભટ્ટ લાઠી યુનિટ અધિકારી શરદભાઈ સાપરીયા લીલીયા યુનિટ ઇન્ચાર્જ શ્રી એડવોકેટ  ઇતેશભાઈ મહેતા  જીતુભાઈ બલર સામાજિક અગ્રણી હાજી કાસમભાઈ સતીષગીરીબાપુ  ઉપસ્થિત રહ્યા. હોમગાર્ડ જવાનોની કામગીરીની સૌ એ પ્રસંશા કરી.આ તકે યુનિટમાં સારી કામગીરી કરનાર સર્વશ્રી એન.સી.રાજ્યગુરુ SPC ના ઓનું સ્મૃતિ ચિહ્ન દ્વારા સન્માન કરવામાં આવેલ.આ તકે દામનગર યુનિટનાં એન.સી.ઓ., હોમગાર્ડ જવાનો પરિવાર સહ હાજર રહેલ.કાર્યક્રમને અંતે સૌ જવાનોએ પરિવાર સાથે ભુરખિયા દાદાની આરતી અને પ્રસાદ (ભોજન)નો લાભ લીધેલ.આભારવિધિ શ્રી રાણાએ કરેલ

Follow Me:

Related Posts