વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને રાજ્યના મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનથી રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન વેગવંતુ છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા યોજના અમલી છે. જિલ્લામાં આ યોજના અન્વયે આઇ-ખેડૂત પોર્ટલ મારફતે અત્યાર સુધીમાં ૬૮ અરજીઓ મળી છે. શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન સહાય યોજનાનો લાભ મેળવવા ઇચ્છુક હોય તે ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી મેળવવાની હતી. ઉલ્લેખનીય છે કે, ચાલુ નાણાકીય વર્ષના અંદાજપત્રમાં શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે રુ.૧,૦૦૦ લાખની જોગવાઇ છે.શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના અન્વયે ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ માટે પ્રતિ હેક્ટર રુ.૨૦ હજાર સહાય ચૂકવવામાં આવશે. વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે તે માટે રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને રાજ્ય સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે. જમીનની તંદુરસ્તી અને ફળદ્રુપતા જાળવવા માટે અને એક પ્રકારે લોકોને વિવિધ પ્રકારના રોગોથી બચવા માટે આગામી સમયમાં પ્રાકૃતિક કૃષિ એ એક મજબૂત વિકલ્પ બનશે.
અમરેલી જિલ્લો : શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન

Recent Comments