અમરેલી

અમરેલી જિલ્‍લાનાં લગ્ન ઈચ્‍છુક યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્‍સો

લાઠીના સુપ્રસિઘ્‍ધ ભૂરખીયા ગામના એક યુવાનના લગ્ન માટે કોઈ યુવતી મળતી ન હોવાના કારણે દામનગરના એક શખ્‍સે લગ્ન કરાવી આપવાની લાલચ આપી નડિયાદ પંથકમાં લઈ જઈ ત્‍યાંની એક મહિલા સહિત છ શખ્‍સોએ એક યુવતી બતાવી તેની સાથે લગ્ન કરવા રૂા. 1.7પ લાખ રોકડા તેમજ રૂા. 31 હજારના દાગીના પડાવી લીધેલ હતા. બે સંતાનોની માતા એવી યુવતી બે દિવસ યુવાન સાથે રહેલ હતી. બાદમાં રાત્રીના રફુચકકર થઈ ગયેલ હતી. યુવાન પોતે છેતરાયો હોવાનું માલૂમ પડતા નાસી ગયેલી યુવતી તેમજ એક અજાણી મહિલા સહિત આઠ શખ્‍સો સામે લાઠી પોલીસમાં ફરિયાદ નોંધાવેલ હતી. લંૂટેરી દુલ્‍હનની ઘટનાથી ભારે ચકચાર જાગેલ હતી.

પ્રાપ્‍તવિગત મુજબ લાઠીના ભૂરખીયા ગામના લાલજી શામજીભાઈ સગર (ઉ.વ.31) નામના ખેડૂત યુવાનની સગાઈ થતી ન હોવાના કારણે તેમના સંબંધીએ બહારની યુવતી સાથે લગ્ન કરાવી આપવા મુળ પાંચ તલાવડા ગામના અને હાલ દામનગર રહેતા કનુ ગુજરાતી નામના શખ્‍સનો ભેટો કરાવી દીધેલ હતો. આ કનુ ગુજરાતી ખેડૂત યુવાન માટે કન્‍યા લાવવા નડિયાદ પંથકમાં ગયેલ હતા. ગત તા.ર ના રોજ ઈકો ગાડીમાં નડિયાદથી આણંદ, વાસદ રોડ પર ગયેલ હતા. ત્‍યાંના એક શખ્‍સનો મોબાઈલ ઉપર સંપર્ક કરેલ હતો. થોડીવારમાં ચેતના નામની છોકરી બતાવી કહેલ કે આ છોકરી સાથે લગ્ન કરવા હોય તો રૂા. 1.7પ લાખ રોકડા તેમજ દાગીના આપવા પડશે. યુવાને લગ્ન અને યુવતીની લાલચમાં પોતાની પાસે રહેલા રોકડા રૂા. 1.7પ લાખ આપી દીધેલ હતા અને લગ્ન બાદ સોનાની બુટી, ચાંદીના છડા આપવાનું નકકી કરેલ હતું. બંનેના લગ્ન રજિસ્‍ટ્રેશન માટે આણંદ ગયેલ હતા પરંતુ લગ્ન નોંધણી દામનગર કરી લેવાનું કનુ ગુજરાતીએ જણાવેલ હતું. તેથી છોકરીના અને તેના પિતાના ડોકયુમેન્‍ટ સાથે લઈ છોકરી સાથે ભૂરખીયા આવેલ હતા. ગત તા.પના યુવાને ભૂરખીયા ગામે પોતાના માતાજીના મંદિરે સમાજના રીત-રિવાજ મુજબ યુવતી સાથે લગ્ન કરેલ હતા.

ગત તા.8ના બંને પતિ-પત્‍નિ અગાસીમાં સૂતેલ હતા. રાત્રીના ત્રણેક વાગ્‍યેખેડૂત યુવાનની નિંદર ઉડતા બાજુમાં જોતા તેમની પત્‍નિ ન હતી. ગામમાં તપાસ કરતા કયાંય પતો લાગેલ ન હતો. બીજા દિવસે રાત્રીના દશેક વાગ્‍યે જે યુવતી સાથે લગ્ન કરેલ હતા તેમનો ફોન સામેથી આવેલ હતો. તેમણે જણાવેલ હતું કે મારા લગ્ન સંદિપ નામના વ્‍યકિત સાથે થઈ ગયેલ છે અને સંતાનમાં બે પુત્ર છે મારે કોઈ પિતા હયાત નથી તેમ કહી મોબાઈલ તેના પતિ સંદિપને આપતા સંદિપે પણ ધમકી આપેલ હતી કે અમારી વિરૂઘ્‍ધ કોઈ પ્રકારની ફરિયાદ કરીશ તો તને ખોટા કેસમાં સંડોવી દઈશું. આ વાત સાંભળી ખેડૂત યુવાન પોતે છેતરાયો હોવાનું માલૂમ પડેલ હતું અને તેમણે આજે લાઠી પોલીસમાં દામનગરના કનુ ગુજરાતી તેમજ લગ્ન કરાવી આપવામાં સંપર્કમાં આવેલા ભગાભાઈ, મનુભાઈ, ભરત પટેલ, રાહલ, સંદિપ, લૂંટેરી દુલ્‍હન ચેતના તેમજ એક અજાણી મહિલા સહિત આઠ સામે કલમ 406, 419, 4ર0, 46પ, 466, 468, 471, 494, 1ર0, પ06 મુજબ ફરિયાદ નોંધાવતા પી.એસ.આઈ. એન.એ. વાઘેલાએ તપાસ હાથ ધરેલ હતી.

Related Posts