fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લાના બિસ્‍માર માર્ગોની મરામત કરવા ધારાસભ્‍ય ઠુંમરની માંગ

અમરેલી જિલ્‍લાના બિસ્‍માર માર્ગોની મરામત કરવા માટે ધારાસભ્‍ય વિરજી ઠુંમરે માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદીને પત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, અમરેલીથી લાઠી અમદાવાદને જોડતો મુખ્‍ય માર્ગ અંગે તાકીદે યોગ્‍ય થવા મારી તેમજ વિસ્‍તારની અને જિલ્‍લાની રજૂઆત છે.

લાઠી, ભીંગરાડ, દામનગર નવો રસ્‍તો મંજૂર થયેલ છે. તાકીદે કાર્યવાહી કરવા તેમજ પંચાયતમાંથી અપગ્રેડ કરી વાઈડીંગ સાથે સાડા પાંચ મીટરનો કરવા પણ મારી રજૂઆત છે. તે દરમિયાન 3 મી. મંજૂર થયેલ છે તે તાકીદે શરૂ કરવા.

લાઠી, દામનગર, ધુ્રફણીયા રસ્‍તો પણ ખરાબ થયેલ છે. તેમજ દામનગર,પીપાવાવ, અમદાવાદ બ્રોડગેજ ઉપર દામનગર ખાતે ઓવરબ્રીજ પણ બનાવવાની જરૂરિયાત છે. અગાઉ પણ રજૂઆત કરેલ છે. ગુજ ટ્રેન ઓછામાં ઓછી ર4 કલાકમાં પ0 સીકવન્‍સી છે. તેમજ પેસેન્‍જર ટ્રેનની 10 સીકવન્‍સી છે. તેના કારણે ફાટક બંધ રહે છે અને તેના કારણે લોકોની પરેશાની વધી છે. તુર્ત જ યોગ્‍ય કરવા અંતમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts