fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લામાંથી દારૂ પીધેલ ર14 વ્‍યકિતઓની અટકાયત કરાઈ

દારૂબંધીનાં કડક અમલ અને દારૂનાં ગેરકાયદે વેચાણ/સેવન/ વહન અટકાવવા અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય ઘ્‍વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતાં ઈસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઈડો કરવા ખાસ એકશન પ્‍લાન તૈયાર કરવામાં આવેલ હોય અને પ્રોહીબિશનની ડ્રાઈવનું આયોજન કરેલ હોય. ગઈકાલ તા. પ/ર/ર1નાં રોજ અમરેલી જિલ્‍લા પોલીસ ઘ્‍વારા અમરેલી જીલ્‍લાનાં જુદા જુદા વિસ્‍તારોમાં સઘન ચેકીંગ હાથ ધરી દારૂનું સેવન/વેચાણ/વહનની પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર રેઈડો કરી તેમની સામે પ્રોહિબીશન ધારા તળે કડક કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

અમરેલી જિલ્‍લા પોલીસ ઘ્‍વારા સદરહું ડ્રાઈવ દરમિયાન કુલ ર49 કેસો કરવામાં આવેલ છે. જે પૈકી દારૂ પીધેલ ર14 વ્‍યકિતઓ પકડવામાં આવેલ છે તથા ઈંગ્‍લીશ દારૂ કબ્‍જાનો 1 કેસ તથા દેશી દારૂના કબ્‍જાના 34 કેસો કરવામાં આવેલ છે.

અમરેલી જિલ્‍લા પોલીસ ઘ્‍વારા ઈંગ્‍લીશ દારૂની બોટલ-1 કિંમત રૂા. 1000તથા દેશી દારૂ લીટર પ9 કિંમત રૂા. 1360નો મુદામાલ કબ્‍જે કરવામાં આવેલ છે.

સદરહું ડ્રાઈવ દરમિયાન દારૂનું સેવન/વેચાણ/વહનની પ્રોહિબીશન પ્રવૃત્તિ કરતા કુલ ર43 આરોપીને પકડી પાડી તેમની સામે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts