અમરેલી જિલ્લામાં આજથી કોંગ્રેસ નાણા એકત્ર કરશે
અમરેલી જિલ્લામાં આજથી કોંગ્રેસ પક્ષ ઘ્વારા અયોઘ્યા ખાતે ભગવાન શ્રીરામનાં મંદિર નિર્માણાઅર્થે રકમ એકત્ર કરીને ભગવાન શ્રીરામમાં આસ્થા વ્યકત કરશે.
શહેર કોંગી પ્રમુખ લલિત ઠુંમરે જણાવેલ છે કે, ભગવાન શ્રીરામનાં મંદિર નિર્માણાર્થે ફૂલ નહી તો ફૂલની પાંખડી સ્વરૂપે રકમ સ્વીકારવામાં આવશે અને અમરેલીનાં રામજી મંદિરે દર્શન કરીને તેઓ સૌપ્રથમ રૂપિયા 11111 અર્પણ કરીને બાદમાં જિલ્લાનાં દરેક પરિવાર, ગામ, શહેરોની મુલાકાત લઈને રકમ એકત્ર કરીને શ્રીરામ મંદિર ટ્રસ્ટમાં તે રકમ જમા કરાવવામાં આવશે. તો દરેક રામ ભકતોને નિધિ અર્પણ કરવા અનુરોધ કરવામાં આવેલ છે.
Recent Comments