અમરેલી

અમરેલી જિલ્‍લામાં ઉભી થયેલ ઓકિસજનની તંગી દૂર કરવા માટે ધારાસભ્‍ય પરેશ ધાનાણી ઓકિસજન પ્‍લાન્‍ટ તરફ દોડયા

અમરેલી જિલ્‍લામાં કોવિડનાં સેંકડો દર્દીઓ ઓકિસજન માટે તરસી રહૃાા હોય ધારાસભ્‍ય પરેશ ધાનાણી આજે ભાવનગર સ્‍થિત ડાયમંડ ગેસ ઓકિસજન પ્‍લાન્‍ટ ખાતે દોડી ગયા હતા અને અમરેલીને વધારેમાં વધારે ઓકિસજન મળે તે માટે કંપનીનાં સંચાલક સાથે ચર્ચા કરી હતી.

અમરેલી જિલ્‍લામાં રોટરી કલબ ઓફ અમરેલી ગીર, વેપારી એસોસીએશન, સારહિ યુથ કલબ, પરિવર્તન ટ્રસ્‍ટ, લાયન્‍સ કલબ રોયલ સહિતની અનેક સેવાભાવી સંસ્‍થાઓ ઓકિસજનની સેવા કરી રહી છે. પરંતુ કોવિડનાં દર્દીઓ સતત વધી રહૃાા છે અને મોટાભાગનાં દર્દીઓને ઓકિસજનની જરૂરિયાત રહેતી હોય ગમે તેટલો જથ્‍થો આવે છતાં પણ તંગી દૂર થતી ન હોય ધારાસભ્‍ય આજે પ્‍લાન્‍ટ ખાતે રૂબરૂ દોડી જઈને ઓકિસજનનો જથ્‍થો વધારેમાં વધારે અમરેલીને મળી રહે તે માટે સંચાલકો સાથે ચર્ચા કરતા આગામીએકાદ બે દિવસમાં જ ઓકિસજનનો પુરવઠો વધારે પ્રમાણમાં મળી રહે તેવો આશાવાદ ઉભો થયો છે.

Follow Me:

Related Posts