ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આજે ભુપેન્દ્ર પટેલે વિધિવત જવાબદારી સંભાળી હોય આગામી કલાકોમાં રાજયના પ્રધાન મંડળની રચના થવાની હોય કયાં ધારાસભ્યોનો મંત્રી મંડળમાં સમાવેશ થવાનો છે તેને લઈને અટકળો તેજ બની છે.
દરમિયાનમાંધારી- બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડીયાનો મંત્રી મંડળમાં સમાવેશ થાય તો નવાઈ પામવા જેવું નથી. કારણ કે અમરેલી જિલ્લામાં તેઓ એક માત્ર ભાજપના ધારાસભ્ય છે. જયારે, અન્ય તમામ 4 બેઠકો પર કોંગ્રેસનો કબ્જો છે.
તદ્ઉપરાંત, અમરેલી જિલ્લામાં સૌથી વધુ મતદારો લેઉવા પટેલ સમાજના હોય આગામી વર્ષે યોજાનારી વિધાન સભાની ચૂંટણીને અનુલક્ષીને તેઓનો પ્રધાન મંડળમાં સમાવેશ થાય તેવું લાગી રહયું છે.
Recent Comments