અમરેલી જિલ્લામાં કહેવાતા સેવાભાવીઓ ચૂંટણી નજીકમાં હોય મેદાનમાં આવ્યા
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાની ચૂંટણીઓનાં પડઘમ વાગતા જ જિલ્લાનાં સેંકડો કહેવાતા આગેવાનો જુદા-જુદા રાજકીય પક્ષોનાં બેનરતળે ચૂંટણી લડીને જનસેવા કરવા માટે મેદાનમાં આવ્યા છે.
અમરેલી જિલ્લાની જનતા છેલ્લા પાંચ વર્ષથી પ્રાથમિક સુવિધાઓને લઈને પરેશાન થઈ રહી હતી ત્યારે કહેવાતા આગેવાનો લાજ કાઢીને બેઠા હતા. જિલ્લામાં પીવાનું પાણી, સ્ટ્રીટલાઈટ, ગંદકી, બિસ્માર માર્ગો, ટ્રાફિક સહિતની સમસ્યાઓનો સામનો કરતાં હતા ત્યારે ગણ્યા ગાંઠયા આગેવાનોને બાદ કરતાં અન્ય કહેવાતા સેવાભાવીઓ કયાંય જોવા મળતા ન હતા.
હવે ચૂંટણી નજીકમાં હોય જિલ્લામાં ર હજાર ઉપરાંતનાં કહેવાતા સેવાભાવીઓ મેદાનમાં આવ્યા છે અને મતદારોને હથેળીમાં ચાંદ બાવવાનાં હોય જો કે જિલ્લાનાંમતદારો હીરાની પરખ કરી શકે તેમ છે. કોઈપણ પ્રકારની લાગણીને વશ થયા વિના જ મતદાન કરવા ટેવાયેલી હોવાથી તેમજ જે વ્યકિત રાઉન્ડ ધ કલોક જનસેવા કરતાં હોય તેવા વ્યકિતઓને જ પસંદ કરીને જે-તે સંસ્થામાં મોકલશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
Recent Comments